પગલું : આલ્બર્ટ આઈન્સ્ટાઈન ( અનુવાદક : રમણીક અગ્રાવત )

( આલ્બર્ટ આઇન્સ્ટાઈન )
જન્મ એક શરૂઆત છે
મૃત્યુ આખરી મુકામ
અને જીવન એક મુસાફરી
મુસાફરીઓ થતી રહે :
બચપણથી પુખ્તતા સુધી
તારુણ્યથી વૃદ્ધત્વ સુધી
નિષ્કપટતાથી સાવધતા સુધી
અજ્ઞાનથી જ્ઞાન સુધી
મૂર્ખતાથી નુક્સાન સુધી
અને ત્યાંથી કદાચ ડહાપણ સુધી
નબળાઈથી તંદુરસ્તી સુધી
અને ક્યારેક વળી તંદુરસ્તીથી માંદગી સુધી
ફરી ફરી તંદુરસ્તીની આશા સુધી
દોષથી ક્ષમા સુધી
એકલતાથી પ્રેમ સુધી
આનંદથી કૃતકૃત્યતા સુધી
પીડાથી રાહત સુધી
દુઃખથી સમજણ સુધી
ભયથી વિશ્વાસ સુધી
પરાજયથી પરાજય
અને પરાજય સુધી
અંતથી માંડી છેક શરૂઆત સુધી
જોઈ વળો તો વિજય
સમગ્ર પથ પરના કોઈ ઊંચા સ્થાન પર
બિરાજિત નથી
પરંતુ
પગલે પગલે કંડારાતી
પુનિત યાત્રામાં જ નિહિત છે.
- આલ્બર્ટ આઈન્સ્ટાઈન
અનુવાદક : રમણીક અગ્રાવત
* * * * *
Birth is a beginning
And death is a destination.
And life is a journey
from childhood to maturity.
And youth to age;
From innocence to knowing;
From foolishness to discretion
and then, perhaps, to wisdom;
From weakness to strength
Or strength to weakness –
and often back again;
From health to sickness
and back, we pray, to health again;
From offence to forgiveness,
From loneliness to love,
From joy to gratitude,
From pain to compassion,
And grief to understanding -
From fear to faith;
And from defeat to defeat to defeat -
Until, looking backward or ahead,
We see that victory lies
Not at some high place along the way,
But in having made the journey, stage by stage,
a sacred pilgrimage.
Birth is a beginning.
And death a destination.
And life is a journey,
A sacred pilgrimage
to life everlasting.
- Albert Einstein
જિંદગી એક યાત્રા છે…. જન્મથી મૃત્યુ સુધીની…. પણ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનની જિંદગીનો સિદ્ધાંત કંઈક અલગ જ હોય. જિંદગીની સફળતા આપણી સાથે, આપણાં દરેક પગલે-પગલે સમાંતર જ હોય એ ફિલસૂફીને વૈજ્ઞાનિક પ્રયોગોમાં સફળતા ન મળે ?!! કદાચ આ ફિલસૂફીએ જ તેમને વૈજ્ઞાનિક બનાવ્યાં કે વિજ્ઞાને તેમને જિંદગીની આ ફિલસૂફી સમજાવી !!
In leaves no step had trodden black.
Oh ! I marked the first for another day ! - Albert Einstein આજનું આ પ્રથમ પગલું આવતીકાલની સફળતા માટે છે. અને આથી જ, સફળતા કે વિજય તે કોઈ ઉચ્ચાસને બિરાજમાન નથી. પણ પગલે પગલે કંડારાતી પુનિત યાત્રામાં જ રહેલ છે. આવતીકાલની સફળતા માટે…. !!
તેમનાં જીવન વિષે અને તેમનાં હસ્તાક્ષરમાં તેમની કૃતિઓ http://www.alberteinstein.info/ પર માણી શકશો.
.
the attachments to this post:


ગહન વાતને સાવ સરળ શબ્દોમાં સમજાવી છે.
વૈજ્ઞાનિક હોવા છતાં ભાષા પરનું આટલું પ્રભુત્વ!!!!!!!!
ખરેખર આ પણ એક મોટી સિધ્ધી કહેવાય તેમના માટે.
ખુબ જ સરસ.. આ મહાન વૈજ્ઞાનિક આટલા મોટા ફિલસૂફ પણ હતા , એ આજે જ જાણ્યું..
સુંદર રચના… લયસ્તરો પર આ રચના મૂકી હતી, જે પછીથી લંડનથી પ્રકાશિત થતા ‘ઓપિનિઅન’માં પણ પ્રગટ થઈ હતી:
http://layastaro.com/?p=2114
..
http://layastaro.com/?p=2308
…
જીવનનુ સત્ય સાહજીક રીતે કહી દેવાયુ છે…..અસરકારક રજુઆત..
ખુબ જ સરસ.
જો સમજી શકીએ તો…
એકદમ સાચી વાત