એ જ હું જોઉં છું : કૃષ્ણ દવે

 

બે ઘડી ડાળ પર બેસવું, ટહુકવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું;
ઝૂલવું, ખૂલવું, ને તરત ઊડવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

માન, સન્માન આમંત્રણો પણ નહીં, આવવાના કશાં કારણો પણ નહીં,
તે છતાં ઉમડવું, ગરજવું, વરસવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

કોઇ જાણે નહીં મૂળ શું ગણગણે ? રાતભર કાનમાં ઝાંઝરી ઝણઝણે;
એમનું આવવું, ઊઘડવું, મ્હેકવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

છેવટે એ જ તો રહી જતું હોય છે, ક્યાંય પણ નહીં જવા જે જતું હોય છે
બુંદનું બુંદમાં નાચવું, વહી જવું, કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

આત્મનું, તત્વનું, મસ્તીના તોરનું, હેમથી હેમનું કે પ્રથમ પ્હોરનું,
ઝૂલણા છંદમાં આ રીતે પ્રગટવું ? કેટલું સહજ છે એ જ હું જોઉં છું.

- કૃષ્ણ દવે

 

કૃષ્ણ દવેનાં જન્મદિને તેમને ‘સહજ’ વરેલી ગીતનુમા ગઝલ. વૅબમહેફિલ અને તેનાં સૌ વાચકો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ….!!

 

  


10 Comments to “એ જ હું જોઉં છું : કૃષ્ણ દવે”

  1. sudhir patel says:

    સુંદર ગીતનુમા ગઝલ!
    કૃષ્ણ દવેને જન્મ દિવસની શુભકામનાઓ!
    સુધીર પટેલ.

  2. preetam lakhlani says:

    સુંદર મજાનુ લયથી તરબોળ ગીત, વાંચવુ તો ઠીક હરે ગાવુ પણ ગમે!!!!

  3. સુંદર લયબદ્ધ ગઝલ… ગાલગાના આવર્તનોના કારણે એક અલગ જ રવાની મળે છે. બધા જ શેર ગમી જાય એવા છે…

    કવિશ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈઓ..

  4. sapana says:

    સુંદર ગઝલ્.
    સપના

  5. Tejas Shah says:

    સુંદર મજાની ગઝલ.

  6. સ રસ ગઝલ કાન માટે અને ગુંજન માટે.
    pinki i hope you are visiting himansu’
    thank u

  7. Rakesh Thakkar, Vapi says:

    સુંદર ઢાળવાળું ગીત.
    કવિશ્રીને જન્મદિને દિલી શુભકામના.

  8. કવિને જન્મદિનની વધાઈ. ઘણા વખત પછી આ રચના ફરી માણવાની મઝા પડી.

  9. Rohit Patel says:

    શતમ જિવમ શરદમ્!અભિનન્દન! રોહિત પટૅલ

  10. Vishal Doshi says:

    અતિ ઉત્તમ્…..

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME