સનમ : અદમ ટંકારવી
બાગમાં ક્યાં હવે ફરે છે સનમ,
વૅબસાઇટ ઉપર મળે છે સનમ.
ફ્લોપી ડિસ્ક જેવો આ ચહેરો તારો,
અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ ?
મૅમરીમાં ય હું સચવાયો નહીં,
તું મને સૅઇવ ક્યાં કરે છે સનમ !
ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુની પાછળ,
ડૉટ થઈને તું ઝળહળે છે સનમ.
આ હથેળીના બ્લૅંક બૉર્ડ ઉપર,
સ્પર્શની કી જ ક્યાં મળે છે સનમ.
શી ખબર કઇ રીતે ડીકોડ કરું,
સિલિકોન ચિપ કશું કહે છે સનમ.
ક્યાં છે રોમાંચ તારા અક્ષરનો,
ફક્ત ઇ- મેઇલ મોકલે છે સનમ
દિલની ધડકન છે સૉફ્ટવેર હવે,
એને ગ્રૅફિકમાં ચીતરે છે સનમ.
લાગણી પ્રૉગ્રામ્ડ થઈ ગઈ છે,
ઍંટર ઍક્ઝિટ ફક્ત કરે છે સનમ.
આંખ મારી આ થઈ ગઈ માઉસ,
કિંતુ વિંડો તો ક્યાં ખૂલે છે સનમ ?
- અદમ ટંકારવી
ઇન્ટરનેટના આ યુગમાં જિંદગી અને લાગણીઓનું પણ કેવું નેટીકરણ થઇ ગયુંને …. ?!! અદમ ટંકારવીએ આ લાગણીઓને ગુજલિશમાં રજૂ કરી તેને એકદમ live બનાવી દીધી છે.
.

good gazal
સરસ ગુજલિશ ગઝલ… આખી કૃતિ થોડી કૃતક લાગી પણ આ શેર ખૂબ જ સ્પર્શી ગયો:
ક્યાં છે રોમાંચ તારા અક્ષરનો,
ફક્ત ઇ- મેઇલ મોકલે છે સનમ
- વાહ ! સાવ સાચી વાત…
સરસ ગુજલીશ ગઝલ. આ વાંચતા જ આદિલ સાહેબની ‘ઈમેલમાં’ ગઝલ અને કૃષ્ણ દવેનું ગીત ‘ડૉટ કૉમ’ યાદ આવી ગયાં. બધી રચનાઓ એકબીજાથી ભિન્ન છતાં ૨૧મી સદીની ટેકનોલોજી અને આઈટીના સૂત્રથી પરોવાયેલી અનુભવી શકાય છે.
Pinki : આદિલ સાહેબની ‘ઈમેલમાં’ ગઝલ….
can read on http://webmehfil.com/?p=905
થોડા સમય પહેલા જ આ ગઝલ વાંચી હતી.
સરસ ગઝલ છે.
સરસ ગુજલીશ ગઝલ!
સુધીર પટેલ.
સરસ ગઝલ
સપના
કોમ્પુટરની ભાષા અને સનમની વાત ગઝલ સ્વરુપમા સરસ રજુઆત….
SUPERB GAZAL. SAYS ABOUT THE MODERNAIZATIOM OF FEELINGS. EXCELLENT.
EXCELLENT
સરસ રચના છે, પહેલો શેર વાંચો ત્યાંજ ખબર પડી જાય કે અદમ સાહેબની જ આ રચના હોય.
ગુજલિશ ગઝલોના પિતામહ.
આ ગઝલ ફરી ફરીને ય વાંચવી ગમે !!
લતા જ. હિરાણી