સમય : આહમદ મકરાણી

જીવતરના કાંગરે ખરતો સમય,
ક્ષણ તણી પોઠો વહી સરતો સમય.
બંધ ચંદો હોય ભલે ઘડિયાળનો,
મોજથી કાંટા પરે ફરતો સમય.
ઓસબિંદુમાં જરી ઝીલાઇને,
જિંદગીના પુષ્પથી ઝરતો સમય.
જન્મ ને મૃત્યુ તણા પગલાં સુધી,
પૂર્ણ મારી આ સફર કરતો સમય.
નામ તેનો નાશ એ કરતો રહે,
તોય જુઓ ના કદી મરતો સમય.
- આહમદ મકરાણી
આપણાં માટે તો સમય એટલે બ…સ, ઘડિયાળની ટિક્.. ટિક્…ટિક્…!! વૈજ્ઞાનિકો સમયને વૈજ્ઞાનિક રીતે, તો સંતો વૈદિક રીતે સમજાવે. સમય વિષે તો જેટલી અટકળો કરીએ એટલી ઓછી…. !! પણ આહમદ મકરાણીની કલમે લખાયેલી ‘સમય’ ની આ વિભાવના જરુર ગમશે. જિંદગીરુપી પુષ્પ પરથી ઝાકળની જેમ સમય સરતો લાગે, પણ એ તો મારી કે તમારી લખાયેલી ક્ષણો. કારણ, સમયને તો કોઈ રોકી શકતું નથી. નામ તેનો ના….શ, પણ સમયને ક્યાં કોઈ બંધન… ?!!
.
the attachments to this post:


સમય પરની સુંદર ગઝલ.
સમયને સરકાવતી સરસ ગઝલ!
સુધીર પટેલ.
મક્તાનો શે’ર જરા વધુ ગમ્યો…
સરસ રચના…
એટલે જ મારાથી એક વાર ‘બંસીનાદ’ પર લખાઈ ગયું કે ‘મળી છે યુવાની પણ સરી જાય છે ધસમસતા પૂર ની માફક, ધારો કે એને હું રોકી શકું સમયના વહેણ માં ખોવાઈ જતી’