કાનુડાને બાંધ્યો છે હીરના દોરે : હરીન્દ્ર દવે

damodar lila

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે,
બાળુડાને બાંધ્યો છે હીરના દોરે.

કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવા, આંગળીથી માખણમાં આંક્યાં,
નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવાં, ઢળતાં શીકેથી દહીં ઢાંક્યા;
એના હોઠ બે બિડાયા હજી તોરે, કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

માથેથી મોરપિચ્છ હેઠે સર્યું, ને સરી હાથેથી મોગરાની માળા,
આંખેથી કાજળ બે ગાલે જઇ બેઠું, કાનકુંવર શું ઓછા હતા કાળા?
બંધ છોડે જશોદાને કહો રે, કોઇ જઇને જશોદાને કહો રે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

- હરીન્દ્ર દવે

મિત્રો, આજે હરીન્દ્ર દવેનાં જન્મદિને તેમની એક ખૂબ જ જાણીતી રચના…. !  ગીત તો બધાંએ સાંભળ્યું જ હશે પણ, એના કવિ હરીન્દ્ર દવે છે તે કદાચ ખ્યાલમાં નહિં હોય…  કારણ જ્યારે મેં વાંચ્યું ત્યારે મને પણ સુખદ આશ્ચર્ય જ થયેલું.  અને આજથી જ નોરતા શરુ થાય છે તો આ ગરબા-ગીતનો આનંદ પણ લઈએ !  જશોદા કાનુડાને ખાંડણિયા સાથે દોરડાથી બાંધે છે અને ત્યારે કાનુડા કરતાં વધુ તો ગોપીઓ વ્યથિત થઈ જાય છે અને દામોદરનો ( કૃષ્ણનું એક નામ – જેને પેટે દોરડું બાંધેલ છે તે ! ) પક્ષ લઈ જશોદાને મનાવવા પ્રયત્ન કરે છે.

.


the attachments to this post:

damodar lila
damodar lila


3 Comments to “કાનુડાને બાંધ્યો છે હીરના દોરે : હરીન્દ્ર દવે”

  1. sudhir patel says:

    સુંદર ગીત!
    કવિશ્રી હરીન્દ્ર દવેને જન્મ-તિથિ પર યાદ કરવા બદલ અભિનંદન!
    સુધીર પટેલ.

  2. Bharat Atos says:

    મોડા મોડા જન્મ દિવસની શુભકામનાઓ કવિશ્રી હરીન્દ્રભાઇ દવે ને.
    સરસ ગીત!!!!!!

  3. અદભુત રચના…

    વેબમહેફિલની શમ્મા ફરી રોશન થઈ ગઈ, ખરું?

    સુસ્વાગતમ્ !

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME