ગઝલ-ગરબી : અશરફ ડબાવાલા

 

માએ મનને ગજાવ્યાં ગઝલગોખમાં રે !
માએ અમને તેડાવ્યાં શબદચોકમાં રે !

લાય લોહીમાં જગાવી અલખ નામની ને ;
અમને રમતા મેલ્યા છે ગામલોકમાં રે !

મારું ઉપરાણું લઈને આ આવ્યું છે કોણ ?
હૈયું છલકેને હરખ ઊડે છોળમાં રે !

પહોંચું પહોંચું તો ઠેઠના ધામે હું કેમ ?
લાગી લાગીને જીવ લાગ્યો પોઠમાં રે !

રહે જાતરા અધૂરી ને ફળતો જનમ; 
એવો મંતર મૂક્યો છે કોણે હોઠમાં રે !

મારે પીડાની મા કેવી હાજરાહજૂર !
કાં તો ડૂમે દેખાય કાં તો પોકમાં રે !

જેની નેજવાના ગડ ઉપ દેરી બાંધી;
એની ગરબી ગવાય રોમેરોમમાં રે !

- અશરફ ડબાવાલા

 

નાનકડું વેકેશન લઈ, આજે નવલી નવરાત્રિનાં પ્રથમ દિને…… ગરબાની મોસમ છે તો ગઝલ પણ ગરબાની જેમ જ માણીએ તો ?!  ગઝલનો મિજાજ પણ બરકરાર અને ગરબાનો લય પણ, આ ગઝલની જેમ જ !!

 

N.B. Sorry to all readers and also thank you, who left comment or sent me personal e-mails regarding my  health. :)

 

 

.


9 Comments to “ગઝલ-ગરબી : અશરફ ડબાવાલા”

  1. Harnish Jani says:

    વાહ અશરફકુમાર-ગજબની ગઝલ-મઝા આવી ગઇ.

  2. sudhir patel says:

    સુંદર ગઝલ-ગરબી ફરી અહીં માણવાની મજા આવી.
    પ્રથમ નોરતે જ ફરી અહીં સક્રીય થવા બદલ આભાર અને અભિનંદન!
    સૌને શુભ નવરાત્રિ!
    સુધીર પટેલ.

  3. bhav patel says:

    neither ghazal nor Garbi;it’s hybrid, and not an experimental poetry. it is simply’ prasanggat rachana’.
    i am surprised poetry and TV shows correlate hindu festivals in ‘ prasaran ‘,or presentation on visual media.!!

  4. Hav Hav says:

    ભાવસાહેબ તમે કવિતાનું કડક મૂલ્યાંકન કરો છો તે તો બરાબર છે. તમારી એકાદ કવિતાનું સેમ્પલ કોમેન્ટમાં પોસ્ટ કરો તો અમારા જેવા રીડરને તમારા માનસીકતા અને માપદંડ ખબર પડે.

  5. nilam doshi says:

    અરે વાહ..ગઝલ ગરબી મજા આવી ગઇ….

  6. Bharat Atos says:

    Wel Come back.
    ખુબ જ મજાની ગરબી!!!!!!!!
    મજા આવી ગઇ

  7. ગઝલ અને ગરબીનું ફેન્ટાસ્ટિક ફ્યુઝન.

  8. ‘ધબકારાનો વારસ’ અશરફ ડબાવાલાનો ગઝલ – ગીત – અછાંદસ કાવ્યનો સંગ્રહ છે. એના વિશેની લેખમાળા http://www.girishparikh.wordpress.com બ્લોગ પર આજથી પોસ્ટ કરવાના શ્રી ગણેશ કર્યા છે.‘ધબકારાનો વારસ’ના ધબકારા: ૧ (ગિરીશના ભાવ પ્રતિભાવ)’ વાંચવા વિનંતી.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME