શબ્દ : ધૂની માંડલિયા

 

શબ્દ જ્યારે પણ સમજણો થાય છે,
અર્થ ત્યારે કંકુવરણો થાય છે.

આમ હળવું ફૂલ છે, તારું સ્મરણ;
આમ રાતે બોજ બમણો થાય છે.

આંસુઓથી એ સતત ભીંજાય છે,
પ્રેમપંથ એથી લપસણો થાય છે.

આ સવારો, સાંજ, પછી રાત પણ,
તું ય કાં સૂરજ, બટકણો થાય છે ?

રોજ નમણું રૂપ સામે જોઈને,
જો અરીસો પણ આ  નમણો થાય છે.

- ધૂની માંડલિયા

 

નમણું રુપ,  નજાકત અને તેવી જ નાજુક ગઝલ…. !!  શબ્દ સમજણો બને તો અર્થને કંકુવર્ણો થતાં કેટલી વાર ?!!   જો શબ્દને વ્યાપક સ્વરુપે સ્વીકારીએ તો પણ અને ગઝલના સંદર્ભમાં પણ…!

 

 

.


12 Comments to “શબ્દ : ધૂની માંડલિયા”

  1. રાકેશ ઠક્કર , વાપી says:

    ગઝલ વાંચવાની મઝા આવી.

  2. Rohit Patel says:

    ખુબ જ સુન્દર! રોહિત પટેલ

  3. વ્યક્તિ જ્યારે વ્યક્તિ મટી ભાવરૂપે આવિષ્કૃત થાય છે ત્યારે કેટલા સોહામણા રૂપો ધારણ કરે છે તે આ વાંચતાની સાથે સમજાય છે

  4. Maheshchandra Naik says:

    આમ હળવુ ફુલ છે, તારુ સ્મરણ;
    આમ રાતે બોજ બમણો થાય છે. આ વાત ઘણુ કહી જાય છે…..

  5. શબ્દ જ્યારે પણ સમજણો થાય છે,અર્થ ત્યારે કંકુવર્ણો થાય છે….ખુબ સુંદર..

  6. sapana says:

    વાહ ખૂબ સરસ!કવિની કલ્પનાને દાદ.

    સપના

  7. ગઝલનો મૂળભૂત રંગ, મિજાજ!

  8. સુંદર સંકલન
    જ્યારે પણ સમય મળે ત્યારે તમારા બ્લોગની મુલાકાત લેતો રહું છું.

  9. સુંદર! અાંસુઓથી લપસણા થતા પ્રેમપંથની કલ્પના ઘણી ગમી.

  10. sudhir Patel says:

    સુંદર નજાકત ભરી ગઝલ!
    સુધીર પટેલ.

  11. શબ્દ જ્યારે પણ સમજણો થાય છે,
    અર્થ ત્યારે કંકુવરણો થાય છે.

    - એક શબ્દ પણ સાચા અર્થમાં સમજણો થાય તો ગંગા નાહ્યા…

    સ-રસ ગઝલ…

  12. મજાની ગઝલ …

    બધ્ધાં જ અશઆર ખુબ ગમ્યાં … બીજો શેર ખાસ વધુ ગમ્યો…

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME