શોલા હૂઁ : સુધીર પટેલ

 

શોલા હૂઁ, શબનમ ભી હૂઁ;
સહરા હૂઁ , ઝમઝમ ભી હૂઁ ! 

હર ગમકા લશ્કર હૈ સાથ,
ખુશીયોંકા પરચમ ભી હૂઁ ! 

ઇતના જિતની તેરી પ્યાસ,
જ્યાદા હૂઁ, કમકમ ભી હૂઁ !

ગમ ના કર જાનેકા ભી, 
લૌટે વો મોસમ ભી હૂઁ !

સબમેં શામિલ પાઓગે,
તનહા હૂઁ, સંગમ ભી હૂઁ !

સાંસો મેં ભર લો ‘સુધીર’,
ખુશ્બુ હૂઁ, હમદમ ભી હૂઁ ! 

- સુધીર પટેલ

 

સુધીરઅંકલનાં જન્મદિને મબલખ શુભેચ્છાઓ અને માણીએ તેમની એક હિન્દી ગઝલ…..તેમનાં પરિચય સાથે. ગુજરાતી કવિ જ્યારે હિન્દી કે ઉર્દૂ ગઝલ લખે તો ગુજરાતીપણું કલમમાં વર્તાઇ આવે તેવું અનુભવ્યું છે – પણ આ ગઝલ વાંચ્યા બાદ એવું જરા પણ લાગે છે ?!!

વૅબમહેફિલ પર મૂકેલ લગભગ તમામ કવિઓનો પરિચય આ રીતે મૂકીશ. જેથી અનુક્રમણિકામાં કે સાઇડબારમાં સાહિત્યકારની યાદીમાં જે-તે નામ ક્લિક કરતાં સૌ પ્રથમ તેમનો તેમનો પરિચય અને તે બાદ તેમની રચનાઓ આપ માણી શકશો. આ સિવાય ‘પરિચય’ પર ક્લિક કરતાં વૅબમહેફિલ પર ઉપલબ્ધ કવિઓ વિષે માહિતી મળી શકશે.  સુરેશદાદાએ  અન્ય સાહિત્યકારોનાં પરિચય મૂકેલાં છે તેની અને અન્ય લીંક વેબજગત પરથી મળી શકશે.

 

 

.


11 Comments to “શોલા હૂઁ : સુધીર પટેલ”

  1. જન્મદિન ખૂબ ખૂબ મુબારક !

  2. preetam lakhlani says:

    હિન્દીમા કઉ કે પછી ગુજરાતીમા પ્રેમની ભાષામા આજે આટલુ જ કહેવાય્,’HAPPY BIRTH DAY YOU TO Dear Sudhir Bhai”"

  3. જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ…

  4. સુધીરભાઈને જ્ન્મદિનની વધાઈ. સુંદર કાવ્યો મળતાં રહે એવી શુભેચ્છાઓ.

  5. sapana says:

    જન્મદિવસની શુભકામનાઓ.તમારી હિન્દી ગઝલ ખૂબ ગમીઆભાર પિંકી લાવવા માટે.
    સપના

  6. Jyotindra says:

    સુધીરભાઈ,
    તમે તો કમાલ કરી કહેવાય. એક તો વાણીજ્ય ના સ્નાતક, બેન્કિંગ વ્યવસાય ની પરીક્ષા પાસ કરીને બેંક માં નોકરી કરીને સ્વૈચ્છિક નોકરી છોડી ને અમેરિકા સ્થાયી થયાં અને ગઝલ પર હાથ અજમાવ્યો. વાહ, આને કમાલ નહિ તો શું કહેવાય. અમારા જેવા બિન સાહિત્યકારો માટે તમારી ગઝલો આશા આને ઉમંગ ના પડીકા બંધાવી ને આવે છે. મને તમારી ગઝલો આસ્વાદ્ય લાગે છે. ખુબ ખુબ અભિનંદન. જન્મ દિન મુબારક હો.
    જ્યોતીન્દ્ર, સુરત

  7. sudhir patel says:

    પીંકીબેન અને સૌ મિત્રોનો શુભેચ્છા બદલ ખૂબ આભારી છું.
    સુધીર પટેલ.

  8. સુધીરભાઈ

    જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ઈશ્વરને પ્રાર્થના કે તમારી કલ્પના અને રચનાત્મક શક્તિમાં દિન પ્રતિ દિન વધારો કરતાં રહે.

    - અમિત ત્રિવેદી

  9. himanshu patel says:

    એક ગુજરાતી કવિને હિંદી જન્મદિવસ મૂબારક !
    તુમ જીયો કવિતાકે સાલ;;;સુધીરભાઈ.
    દરેક ગમના લશ્કર સાથે અને ખુશીઓના અભિગમ સાથે….

  10. Bharat Atos says:

    મોડા મોડા જન્મદિનની ખુબ ખુબ શુભકામનાઓ સુધીર અંકલને.

  11. રાકેશ ઠક્કર , વાપી says:

    સુધીર અંકલને જન્મદિનની મબલખ શુભેચ્છાઓ.
    તેમની આ હિન્દી ગઝલ વાંચીને કોઇ કહી ન શકે કે તેઓ ગુજરાતી છે.
    કેટલો દમદાર શેર છે.
    ગમ ના કર જાને કા ભી
    લૌટે વો મૌસમ ભી હૂં.
    વાહ.. દુબારા… કહી ઉઠાય.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME