કૈં જ દેખાતું નથી : ચિનુ મોદી

 

dhummas

 

માત્ર ધુમ્મસ, માત્ર વાદળ, કૈં જ દેખાતું નથી,
છું શિખરની ટોચ પર, તો કૈં જ બોલાતું નથી.

રોજ મારા નામ, જોગી ચિઠ્ઠી મોકલતા તમે,
રોજ આંખો તાણતો, પણ કૈં જ વંચાતું નથી.

રંગબેરંગી બગીચો, વૃક્ષ, વેલ, પાંદડાં,
કૈંક ખામી છે કે, બુલબુલ એ છતાં ગાતું નથી.

ખૂબ સગવડ છે છતાં પણ શું કરું આ સ્વર્ગને ?  
મારી સાથેનું અહીં તો કોઈ દેખાતું નથી.

છેક તળિયે હોય માની ડૂબકી ઊંડે દીધી,
મન છતાં ચાલાક છે, ‘ઇર્શાદ’ પકડાતું નથી.
                              

 - ચિનુ મોદી

 

શનિસભામાં તેમના આગવા અંદાજમાં માણેલી એક ગઝલ….  ચિનુકાકાનાં જન્મદિને મબલખ શુભેચ્છાઓ સહ !!

 

 

.


the attachments to this post:

dhummas
dhummas


9 Comments to “કૈં જ દેખાતું નથી : ચિનુ મોદી”

  1. Dilip says:

    ઈર્શાદ… પીન્કી
    ખૂબ સગવડ છે છતાં પણ શું કરું આ સ્વર્ગને ?
    મારી સાથેનું અહીં તો કોઈ દેખાતું નથી.
    ખુબ ગમ્યો આ શેર પરદેશની ધરા પર હોય તેના મનની વાચા…હું ગયા વર્ષે અમદાવાદમાં હતો ત્યારે કૃષ્ણ દવેઅએ શનિસભામાં આવવા કહેલું..આ ખુબ સારી વાત કહેવાય તમારી રચના નિખરે અને પરિપક્વ થાય ને સ્ફૂરે પણ…આ બ્લોગ અદ્ભૂત છે..સ્વર્ગીય અનુભૂતિ કરાવે છે સંગીતના સથવારે શબ્દના સથવારે..આ બ્લોગના સર્જકને તેના પ્રથમ વર્ષે લાખ લાખ અભિનંદન !!ખુબ તાજગીસભર બ્લોગ છે..તેની ડીઝાઈન પણ..એક ચિત્રકારના નાતે કહું છું…ખુબ પ્રગતિ પામો…

  2. sapana says:

    સુંદર ગઝલ!
    સપના

  3. Maheshchandra Naik says:

    ચીનુ મોદીને જન્મદિવસની શુભકામનાઓ…………

  4. રચના વાંચીને સહજ બોલાઈ ગયું !
    “ઈ ર્શા દ !”
    અને
    જન્મદિનની ખૂબ ખૂબ વધાઈ !

  5. sudhir Patel says:

    કવિશ્રીને જન્મ-દિવસની હાર્દિક વધાઈ!
    છેલ્લો શે’ર અને મક્તાનો શે’ર લાજવાબ છે.
    સુધીર પટેલ.

  6. DR.MANOJ L. JOSHI ( JAMNAGAR ) says:

    આ.શ્રી ચિનુ મોદી ને જન્મદિવસની હાર્દીક શૂભેચ્છાઓ…જામનગર પાસે અલીયાબાડા ગામ ખાતે ૨૯-૩૦ ઓગષ્ટ “મનોજ-પર્વ” માં તેમને રુબરુ સાંભળવાનું સદભાગ્ય સાંપડ્યું હતું….

  7. કવિશ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…

    સુંદર ગઝલ.. છેલ્લા બંને શેર શિરમોર છે…

    રંગબેરંગી વાળા શેરમાં વેલની જગ્યાએ વેલી હોય એમ લાગે છે.

  8. ચિનુકાકાન જન્મદિનની વધાઈ. સુંદર ગઝલ.

  9. આદરણીય કવિશ્રીને એમના જન્મદિન નિમિત્તે કોટિ-કોટિ શુભકામનાઓ અને સાદર પ્રણામ.
    ગઝલ હંમેશની જેમ લા-જવાબ.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME