એ પણ હકીકત છે : જિગર જોષી ‘પ્રેમ’
હવે આગળ કશે રસ્તો નથી એ પણ હકીકત છે,
હું પાછો ક્યાંયથી વળતો નથી એ પણ હકીકત છે.
સતત ફરિયાદ, ઈર્ષાઓ, સખત પીડા ને સીમાઓ,
છતાં આ જિંદગી ધક્કો નથી એ પણ હકીકત છે.
બધી ડાળે બહારો છે બગીચાઓય મહેકે છે,
અને ત્યાં નામનો ટહુકો નથી એ પણ હકીકત છે.
સમય જ્યારે મળે ત્યારે, તને સંભારતો રહુ છું,
સમય ક્યારેય પણ હોતો નથી એ પણ હકીકત છે.
ભલે એમાંય છે તોફાન, ભરતી – ઓટ, મોજા, ‘પ્રેમ’,
છતાં આ આંખ એ દરિયો નથી એ પણ હકીકત છે.
- જિગર જોષી ‘પ્રેમ’
હકીકતને સ્વીકારવી જરા અઘરી હોય છે, એ પણ હકીકત છે. જિગર જોષી આવી જ સ્વીકાર્ય હકીકતો આ ગઝલમાં લઇને આવ્યા છે. જેમાં અંતિમ બે અશઆર તો ખૂબ સુંદર થયાં છે.
.

મક્તા ખરેખર ખુબ સુંદર …. વાહ..
અને ચોથો શેર પણ મજાનો.. આના જેવો જ એક ઉર્દુ શેર પણ છે.. જેવો યાદ આવે છે તેવો લખું છું, બની શકે કે જરા જુદો હોય…
मैं उसे याद आता हुँ मगर फुरसत के लम्हात में,
बात मगर ये भी सच है उसे फुरसत नहि मिलती.
મજાની ગઝલ…
ખૂબસુરત ગઝલ…
મય જ્યારે મળે ત્યારે, તને સંભારતો રહુ છું,
સમય ક્યારેય પણ હોતો નથી એ પણ હકીકત છે.
- આ શેર વાંચી એક શેર યાદ આવી ગયો: पहले हम दोनों वक्त चुराकर लाते थे,
अब मिलते है, जब फुरसत होती है |
ભલે એમાંય છે તોફાન, ભરતી – ઓટ, મોજા, ‘પ્રેમ’,
છતાં આ આંખ એ દરિયો નથી એ પણ હકીકત છે.
- હાંસિલે-ગઝલ શેર !
એક વાત જો કે કહેવી છે… ગઝલના મત્લાના શેરમાં કાફિયાનો આધાર રસ્તો અને વળતો પ્રમાણે ‘તો’ બાંધ્યા પછી બાકીના શેરમાં મુક્ત કાફિયા લેવાય ખરા?
બાગ હોય ને ટહૂકો ન હોય એ કેવું લાગે?
આગ હોય ને ગરમી ના હોય એવું લાગે.
ગઝલના મિજાજને અદબ ભરતી બાઆદબ સરસ ગઝલ.
સુંદર ગઝલ!
સુધીર્ પટેલ.
સારી પસંદગી ગઝલની.
વેલ ખુબ સરસ ગજલ વાચિ મજા આવિ.
કપિલ સતાનિ