અપેક્ષા : વિપિન પરીખ
સાયરન
( જે યુદ્ધમાં પણ વાગતી હતી ! )
બે મિનિટનું મૌન !
બે મિનિટના મૌનમાં સમાવી શકાય
હિંદુસ્તાનનાં કેટલાં આંસુ ?
ગાંધી આજે જીવતા હોત તો ?
- તો પણ શું ?
મારી લાચાર મુટ્ઠીમાં તાકાત ભરવા
ગાંધી કેટલી વાર જનમ લેશે ?
આખરે એક સંત – કોઈ પણ સંત
મારે માટે જનમ લઈ લઈ
કેટલી વાર ગોળી ખાશે ?
હું કેટલા ભવ સુધી માટીપગો રહીશ ?
- વિપિન પરીખ
જેના થકી આજે આપણે આઝાદીનાં શ્વાસ ભરી શકીએ છીએ, તેણે પૃથ્વી પર આજે પહેલો શ્વાસ લીધેલો. ગાંધીજીનાં ૭૦મા જન્મદિને આઇન્સ્ટાઇને કહેલું, “આવનારી પેઢી કદાચ જ માનશે કે, પૃથ્વી પર લોહી-માંસથી બનેલ આવા માણસનાં પગલાં પડ્યા’તાં.”
Albert Einstein : Generations to come, it may be, will scarcely believe that such a one as this ever in flesh and blood walked upon this earth.[ A statement on the occasion of Gandhi's 70th birthday (1939) ]
આજે આઝાદીનાં ૬૨ વર્ષે પણ ‘જૈસે થે’ ની સ્થિતિ જ રહી છે. વિપિન પરીખ કહે છે એમ, ક્યાં સુધી કોઇના આવવાની રાહ જોઇશું ? કારણ ગાંધીજી તો ગનીચાચા કહે છે એમ, ઓ યુગના અવતારી ! અને તેઓ વારે વારે જન્મ નથી લેતાં…. !!
.

સરસ.
સપના
વિપીન પરીખની શૈલીનું ચોટદાર અછાંદસ.
સૌને ગાધી-જયંતિ નિમિત્તે અભિનંદન!
સુધીર પટેલ.
સુંદર અને સચોટ પ્રાસંગિક કાવ્ય…
થતો જાઉં હું નાનો પંદર હજાર વર્ષનો થયો,
વિસારું હું ઇતિહાસને એક હજાર વર્ષથી,
ગમે અમોને એક ની એક વાર્તા એક પક્ષ થકી થતી,
તેજ મંત્રો ગમે છે જે “ગરીબી હઠાવના”
મીડીયા મૂર્ધન્યો બજાવે જે છેલ્લા પચાસ વર્ષથી