ઓ યુગના અવતારી ! : ‘ગની’ દહીંવાલા

 

gandhi 

ચાલીસ કોટિ બાળ રડે છે પોકારી પોકારી, ઓ યુગના અવતારી !
ધન ધન તારી જીવનયાત્રા, ધન ધન જનની તારી, ઓ યુગના અવતારી !

માનવતાની સીમા સમ તું, વૈષ્ણવજનની વ્યાખ્યા સમ તું,
સત્ય વચનની શ્રદ્ધા સમ તું, અહિંસાના વ્રતધારી,
ઓ યુગના અવતારી !

જ્યાં પાથરતો તું અજવાળાં ત્યાં છે વાદળ કાળાં કાળાં,
દિવ્ય પ્રભાકર અસ્ત થયો તું, છે રજની અંધારી,
ઓ યુગના અવતારી !

પરવશતાનું ભાન કરાવ્યું શિક્ષણ દઈ સ્વરાજ્ય આપ્યું,
સાગરને તળિયે બેઠેલી નૌકાને તેં તારી,
ઓ યુગના અવતારી !

- ‘ગની’ દહીંવાલા

 

 ગાંધીજીનાં જન્મદિને ગનીચાચાની કલમે આદરાંજલિ… !!  આજે ચાલીસ કોટિ બાળ, પૂરાં સો કોટિ થઇ ગયાં છે પણ પરિસ્થિતિમાં ઝાઝો ફેર નથી. આજે પણ, અમે કોઇ ‘ગાંધી’નાં પુનિત પગલાંની રાહ જોઇ બેઠા છીએ.

 

 

.


the attachments to this post:

gandhi
gandhi


6 Comments to “ઓ યુગના અવતારી ! : ‘ગની’ દહીંવાલા”

  1. Dilip says:

    ખુબ જ હ્દયશ્પર્શી ગનીચાચાની ઓ યુગના અવતારી..ફોટો પણ જીવંત…આ રચના બદલ વેબમહેફિલનો આભાર.

  2. sudhir patel says:

    ખૂબ જ સરસ ગાંધી-ગીત.
    સુધીર પટેલ.

  3. રાકેશ ઠક્કર , વાપી says:

    આ ગીત સાથે ગાંધીજીને અમારા પણ નમન.

  4. યુગપુરુષને યોગ્ય અંજલિ…

    પણ બાળ સો કોટિ નહીં, સવાસો કોટિ થઈ ગયાં છે..

  5. Vraj Dave says:

    ગનીચાચા તો બસ ગનીચાચા.એક એક શબ્દ સચોટ.
    વ્રજ દવે

  6. મારે પણ ગાંધી બનવુ છે, પ્રભુ મને પણ સહનશક્તિ દે…………ખુબ જ વખાણવા લાયક કાર્ય છે….

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME