યાદ આવી : આહમદ મકરાણી
અચાનક ફરીથી જ મા યાદ આવી;
બધાં યે દરદની દવા યાદ આવી.
નહીંતર હતું સાવ અંધારું ઘરમાં;
ધીમેથી સળગતી શમા યાદ આવી.
ભીતરનો બગીચો જ ખીલી ગયો છે;
વહેતી વસંતી હવા યાદ આવી.
સહજ હાથ ઊંચા થયા બંદગીમાં;
ફકીરોની જાણે દુઆ યાદ આવી.
હું વરસોથી છૂટી ગયો છું છતાં યે;
મને ધ્રૂજતી એ કમાં યાદ આવી.
- આહમદ મકરાણી
આજે આદરણીય આહમદ મકરાણીનાં જન્મદિને તેમની એક ખૂબ જાણીતી ગઝલ…. ! આપણાં સૌ વતી મબલખ શુભેચ્છાઓ સહ… !!
.

આદરણીય અહમદભાઈ ને તેમના જન્મદિવસ પર ખુબખુબ અભિનંદન
મકરાણી સાહેબને જન્મદિન મુબારક.
મા વિશેના કાવ્ય ગઝલોમાં શ્રેષ્ઠ ગણી શકાય એવી રચના છે. મત્લાનો શેર આંખ ભીની કરે એવો છે.
બીજુ બધુંય તો ઠીક છે,ચાલ્યા કરશે મારા ભાઈ;
આ વાંચીને અહમદસાહેબને જન્મદિનની વધાઈ.
કવિશ્રી અહમદ મકરાણીને જન્મ-દિવસની હાર્દિક શુભેચ્છાઓ!
મા પરની સુંદર ગઝલ!
સુધીર પટેલ.
આ વાન્ચિ મા યાદ આવિ ગૈ..સરસ ગઝલ..
આ અહમદભાઈને જ્ન્મદિવસની મુબારકબાદ.
હું વરસોથી છૂટી ગયો છું છતાં યે;
મને ધ્રૂજતી એ કમાં યાદ આવી.
યાદની ગઝલ્નો જવાબ નથી.
સપના