ચલાવો છો : કિરણકુમાર ચૌહાણ

little girl

(  ‘પપ્પા ! ક્યારે ઘેર આવો છો ?’  )

‘વ્યસન કોઈ ચીજનું અમને નથી’- એવું જણાવો છો,
બધી ચીજો વિના ચાલે છે તમને કે ચલાવો છો ?

તમે થાકી ગયા છો, એકદમ થાકી ગયા છો હોં,
બધા પ્રશ્નોના ઉત્તરમાં ફકત ડોકું હલાવો છો.

અમે પોતે જ પાણી થઈને લ્યો ખુદમાં ડૂબી જઈએ,
અમારા લીધે જ્યારે હર્ષના આંસુ વહાવો છો.

સમયની દોડ, એમાં પૂર ને એમાં તરસ પાછી,
ગજબ માણસ છો, કેવી રીતે આ સઘળું નિભાવો છો ?

અધૂરી લાગણી, ઈચ્છા, ફરજ વચ્ચે ભટકતા હો,
અને દીકરી પૂછાવે ‘પપ્પા ! ક્યારે ઘેર આવો છો ?’

- કિરણકુમાર ચૌહાણ

દિલ પર હાથ મૂકીને જો કહીએ તો, હારી-થાકીને ડોકું હલાવતાં હલાવતાં, ઘણી વસ્તુ વિના ચલાવવાનું  જિંદગી શીખવાડી દેતી હોય છે. અને  છતાં પણ કદાચ અધૂરી રહી ગયેલી ઈચ્છાઓ, લાગણીઓ હોય તો દિકરા કે દિકરી પ્રત્યેનું વ્હાલ કે ફરજ તે જરુર ભૂલવી દેશે.

.


the attachments to this post:

little girl
little girl


3 Comments to “ચલાવો છો : કિરણકુમાર ચૌહાણ”

  1. લાગણી સભર રચના! Touch me & my heart

  2. સુંદર ગઝલ…

    આ ગઝલ કિરણ ચૌહાણના હસ્તાક્ષરમાં માણવા માટે અહીં પધારો:

    http://layastaro.com/?p=806

  3. જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ…

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME