ટહુકી જાય છે : કિરણકુમાર ચૌહાણ
બંધ ઘરની એ ઉદાસીઓ બધી પી જાય છે,
એક કોયલ આંગણામાં રોજ ટહુકી જાય છે.
એ જ માણસ જિંદગી સહેલાઈથી જીવી શકે,
જે મરણના આગમનની વાત ભુલી જાય છે.
કોઈ પણ હાલતમાં ખુશ રહેવાનું મન શીખી ગયું,
એટલે મારાં બધાંયે દર્દ હાંફી જાય છે.
પહોંચવા તારા લગી કંઈ ચાલવું પડતું નથી,
પગ તળેથી માર્ગ આપોઆપ સરકી જાય છે.
આ અધૂરી ઝંખનાઓનું પરાક્રમ છે ‘કિરણ’
રોજ તું મરવા પડે ને રોજ જીવી જાય છે.
- કિરણકુમાર ચૌહાણ
“ જિંદગીમાં આટલું ચોક્કસ કરીશ,
મહેક પંક્તિમાં પરોવીને દઇશ.
હું કિરણ છું એટલે જયાં જયાં જઇશ,
શબ્દથી થોડું તો અજવાળું કરીશ.” - કિરણકુમાર ચૌહાણ
આજે તેમનાં જન્મદિને વૅબમહેફિલ અને તેના વાચકો તરફથી મબલખ શુભેચ્છાઓ…!! તેમની કોઇ એક ગઝલ પસંદ કરવાનું જરા મુશ્કેલ લાગતાં આજે તેમની બે ગઝલો માણીશું. કોયલનો એક ટહુકો સાંભળી ઉદાસ મન પ્રફુલ્લિત થઇ જતું કેટલીયે વાર અનુભવ્યું હશે ? પ્રકૃતિનાં સાંનિધ્યમાં માનવમન પણ કેવું રળિયામણું બની જાય છે… !!
.

સદાબહાર સુંદર ગઝલ…
કિરણકુમારને જન્મદિન મુબારક! સરસ ગઝલ માણવા મળી. દરેક શેર દમદાર છે.
Many Many Happy Returns Of the Day….સ-રસ ગઝલ…
કવિશ્રીને જન્મ-દિવસના અભિનંદન!
બન્ને ગઝલો સુંદર છે.
સુધીર પટેલ.
જન્મદિવસની મુબારકબાદ.સરસ ચોટદાર ગઝલ્.
સપના
કવિને જ્ન્મદિનની વધાઈ. બન્ને ગઝલ માણી.
જન્મદિવસ મુબારક કવિને…સુન્દર ગઝલ…
કિરણભાઈ,
જન્મદિન,દિપાવલી,નૂતનવર્ષ,અને આ નખશિખ સુંદર ગઝલ બધાને સાંકળતી ખૂબ-ખૂબ શુભકામનાઓ અને અનેકાનેક અભિનંદન.