એક બાજુ વાંસળી છે : અનિલ ચાવડા

 

એક બાજુ ચીસ છે ને એક બાજુ વાંસળી છે,
એ જ મારો વાંક કે મેં બેઉ ચીજો સાંભળી છે. 

તું નહીં જોઈ શકે – જાણી શકે મારા વિચારો,
મારી ઈચ્છાઓ હવા કરતાંય ખૂબ જ પાતળી છે.

ચાલુ યુદ્ધે રથનું પૈડું ઠીક કરવા ઊતર્યો છું,
જે સ્વજન સામે તરફ છે એ ઘણો બાણાવળી છે. 

વિશ્વનો વૈભવ છે તારા હાથ પર એ વાત સાચી,
કિન્તુ મારા હાથ પર તો માત્ર મારી આંગળી છે.

બેઉને હોવાપણું પેટાવવાની તક મળી છે,
મારી પાસે ટાઢ છે ને તારી પાસે કામળી છે.

- અનિલ ચાવડા

 

બરકત વિરાણી ‘બેફામ’  કહે છે, થાય જો સરખામણી તો ઊતરતાં છીએ…… !  બસ,  આ ‘આઇન્સ્ટાઈન’નો સાપેક્ષવાદ જ માનવને દુઃખવાદી બનાવે છે (?).  :)   મારા સપના તો ૧૫,૦૦૦ રૂ.માં પૂરાં પણ સામે તો ના.. બાજુમાં તો…. ?   એટલેકે, ચીસ અને વાંસળી બેઉ સાંભળ્યાનું, જાણ્યાનું દુઃખ… !!   જોકે, અનિલે  કહ્યું એમ, આખાંયે વિશ્વનો વૈભવ જેની પાસે છે તે ઈશ્વર પાસે આપણી ઈચ્છાઓ તો હવા કરતાંય ખૂબ જ પાતળી – પણ શું એને જાણ નહિં હોય કે આપણે તો ચાલુ યુદ્ધે રથનું પૈડું ઠીક કરવા ઊતર્યા છીએ અને મારો પોતાનો સ્વજન સામે બાણ લઈને ઊભો છે.  હવે તો હોવાપણું પેટાવ, કામળીને દૂર કર…. મારી ટાઢને દૂર કર….. !!

 

 

.


10 Comments to “એક બાજુ વાંસળી છે : અનિલ ચાવડા”

  1. sudhir Patel says:

    ખૂબ જ સુંદર ગઝલ! છેલ્લો શે’ર લાજવાબ છે!
    ભાઈ અનિલને અભિનંદન!
    સુધીર પટેલ.

  2. સુંદર ગઝલ.. બધા જ શેર મનભાવન થયા છે પણ કર્ણવાળો શેર કૃતક બનીને રહી જાય છે…

  3. Harnish Jani says:

    વિશ્વનો વૈભવ છે તારા હાથ પર એ વાત સાચી,
    કિન્તુ મારા હાથ પર તો માત્ર મારી આંગળી છે.
    બહુ સરસ-

  4. Maheshchandra Naik says:

    સરસ ગઝલ, કૃષ્ણ, અર્જુન અને કર્ણના સમ્બધોને વણી લઈને સરસ ગઝલ રચના અનિલભાઈને અભિનદન……………

  5. sapana says:

    સુંદર ગઝલ્
    વિશ્વનો વૈભવ છે તારા હાથ પર એ વાત સાચી,
    કિન્તુ મારા હાથ પર તો માત્ર મારી આંગળી છે.સરસ પંકતિ
    સપના

  6. રાકેશ ઠક્કર , વાપી says:

    સરસ ગઝલ અને તેનો આસ્વાદ પણ.

  7. અફલાતુન આહ થી વાહ સુધી

  8. સુંદર ગઝલ.

    “વિશ્વનો વૈભવ છે તારા હાથ પર એ વાત સાચી,
    કિન્તુ મારા હાથ પર તો માત્ર મારી આંગળી છે.”

  9. સરસ પસંદગી.તમને તેમજ કવિને અભિનંદન.

  10. વાહ અનિલ સરસ ગઝલ…

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME