એક હતી સર્વકાલીન વારતા : જગદીશ જોષી
ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ
એને ફરી ફરી કેમ કરી વાંચશું?
માનો કે હોઠ સ્હેજ મ્હોરી ઉઠ્યાં,
ને છાતીમાં મેઘધનુષ ફોરી ઉઠ્યાં,
પણ બળબળતી રેખાનું શું?
આકાશે આમ ક્યાંક ઝૂકી લીધું,
ને ફૂલોને ‘કેમ છો ?’ પૂછી લીધું,
પણ મૂંગી આ વેદનાનું શું ?
માનો કે આપણે ખાધું-પીધું,
અને માનો કે રાજ ! થોડું કીધુંયે રાજ,
પણ ઝૂરતા આ ઓરતાનું શું ?
ધારો કે રાણી ! તમે જીતી ગયાં,
અને ધારો કે વાયરા વીતી ગયાં,
પણ આ માંડેલી વારતાનું શું?
– જગદીશ જોષી
એક રાજા હતો, એક રાણી હતી … … … ખાધું, પીધું ને રાજ કર્યું. બચપણથી આપણે આ વાર્તા સાંભળતા આવ્યાં છીએ. હમણાં જ ક્યાંક વાંચેલું કે, લગભગ ૩,૦૦૦ (૫૦૦૦ ?) વર્ષ પહેલાનાં પથ્થરો પર, કાગડો કાંકરા નાંખી, કૂંજાનું પાણી પીવે છે તે વાર્તાનાં ચિત્રો જોવા મળ્યાં. અને આજે પણ મારો દીકરો એ જ વાર્તા જોકે, Englishમાં, પણ ….. શીખે છે ! રાજા-રાણીની પણ એવી જ સર્વકાલીન વારતા… !!
પ્રેમમાં પાગલ યુવક-યુવતી તો એક રાજા અને એક રાણી ….. અને જ્યારે સમય ( કવિને સમકાલીન, અત્યારની વાત નથી ! ) આ પ્રેમને મંજૂરી ના આપતો હોય ત્યારે આખાયે આ આયખાની ચિંતા કેવી કોતરી ખાય ? ઝૂરતા ઓરતા, મૂંગી વેદના- પણ બળબળતી આ રેખા માંડેલી વારતાનો શું અંત લાવે કોને ખબર ?!! (ઑડિયો) Don’t miss it… if you miss Jagdish Joshi, on his b’day.
.
the attachments to this post:


ખૂબ જ દર્દ સભર અધૂરા ઓરતાનું ગીત!
સુધીર પટેલ.
સુંદર
સરસ ગીત
સુંદર
યાદ આવી
આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજા ને રાણી
ખાધું પીધું ને પછી મોજ કીધી કહીએ તો થઇ જતી પરીની કહાણી
પરીઓના દેશનું નામ સ્વપ્ન નગરી,
એ નગરીના રહેવાસી આપણે
ઇચ્છા ના નામ ધરી પસ્તાયા એવા
કે સૂકવવા જઇ બેઠા તાપણે
સમજણ ના સીમાડા ઓળંગ્યા બાદ
ગાંડાતૂર થઇ કીધી ઉજાણી