ટપાલી : હિરલ ઠાકર
ખોવાઇ ગયો છે
ટપાલીનો
‘ટપાલ’ નામનો ટહુકો.
* * * * *
ટપાલી આપી ગયો
ખાલી પરબિડિયું
પણ
લાગણીથી છલોછલ….!
* * * * *
શબ્દોના ટપાલીને
મળતું નથી,
લાગણીના ઘરનું સરનામું…!
* * * * *
ટપાલીની વ્યાખ્યા
અસ્પષ્ટ થઇ જશે
નવી પેઢી માટે
જો,
આપણી વચ્ચે પત્રવ્યવહાર નહિ થાય તો.
- હિરલ ઠાકર
દિવાળીમાં ટપાલનો પણ એક અગત્યનો ભાગ…. ! પંદરેક દિવસ પહેલાંથી જ સરનામાનું લિસ્ટ બનાવી, સૌને મરોડદાર અક્ષરોમાં જાતે જ શુભેચ્છાઓ પાઠવવાની. જોકે, તેનું સ્થાન Diwali Cards ક્યારનું છીનવી લીધેલું. અને હવે તો BSNL ( free calls ) કે e-mailમાં જ પૂરું…. ! પણ ‘ટપા…લ’ એ ટહુકો હજી કાનમાં કો’કવાર પડઘાય છે ખરો. અને કાકા બોણી લેવા આવે ત્યારે ??? આવી જ કંઇક વાતો હિરલની રચના વાંચતાં યાદ આવી ગઈ. આપણું ટપાલ ખાતું ‘પોસ્ટલ વીક’ મનાવી રહ્યું છે ત્યારે તો ખાસ.
.

ટપાલ વિષયક ખૂબ જ સુંદર મોનો-ઈમેજ!
સુધીર પટેલ.
સુંદર પ્રાસંગિક કાવ્યો…
સરસ કાવ્યો …
ટપાલી આપણા વ્યવહાર-જીવનનુ એક આગવુ અંગ છે…….સરસ કાવ્યો…………………..
સુંદર પ્રતિક કાવ્ય…
અહીં મૅઈલ પર્સન સૌનો પરસનલ લાગે છે
એન્થ્રેક્સ વખતે પણ ન ડરનારો એ નિડર કાસીદ …
ટપાલી આવી ઉભો છે પાદરમા,
શુ લખવુ વ્હાલમ્ તને કાગળમા?
* કોનો કાગળ ટપાલી મુકી ગયો છે આજે mail Box મા?,
કે,પતગિયુ ફુલ મુકિને Mail box પર આવીને બેટુ છે…
ભાઈ સુધીર જેટલો હુ વિવેકી નથી! આખી રચનાને જો ધીર જ સાથે લખી હોત તો, છે એના કરતા વધારે સારી કવિતા બનત્!
મેં મુકેલ પકિત અભિપાય લખતા જ લખાણિ છે!…..કવિતા છે એમ કોઈ એ ભુલથી માની ન લેવુ!!!……….