દિલમાં દીવો કરજો ! : સુધીર પટેલ
જ્યારે આસપાસ હો અંધારું, દિલમાં દીવો કરજો !
અજવાળું ફેલાશે પરબારું, દિલમાં દીવો કરજો !
આ ચોઘડિયું છે સુંદર, લીંપી આંગણિયું ને ઉંબર,
મૂરત જાળવવા શુભ ને સારું, દિલમાં દીવો કરજો !
બ્હાર હવાનાં તોફાનો, અંદર પણ છે કૈં અરમાનો,
તેલ તમે પૂરજો કૈં સધિયારું, દિલમાં દીવો કરજો !
યુગો બાદ મળી છે જ્યોતિ, આજ પરોવી લો મોતી,
પળ નહિં પૂરું જીવન શણગારું, દિલમાં દીવો કરજો !
એ ભલે નથી કૈં સૂરજ, પણ કરશે રોશન સૌ બૂરજ,
સુખ ‘સુધીર’ ટમટમશે સહિયારું, દિલમાં દીવો કરજો !
- સુધીર પટેલ
આજનાં શુભ ચોઘડિયે, ભીતરમાં દીવો પ્રગટાવવાની શુભેચ્છાઓ સાથે માણીશું બીજી એક ગઝલ અશોકભાઈની કલમે.. !
.
the attachments to this post:

વહે પ્રકાશ બસ, ચહુ દિશાથી, રહે ન ક્યાંયે તમસ,
તરસ છીપે સહુ, સરસ સ-રસ હો આપનું નવું વરસ…
સહુને દિપાવલી અને નૂતન વર્ષની મંગલકામનાઓ…
મિત્રો…
હ્ર્દય-જ્યોત જલાવી..એક સાચા-ભાવથી સૌને એક એનોખો પ્રેમ-પ્રકાશ આપીએ, એકમેક સાથ મળી સમગ-માનવજાતને ચાહીએ..ભેદભાવ ભૂલી એક વિશ્વકુટુંબ બનાવી સાથ રહીએ..સદેવ સત્ય,શાંતી, અને અહિંસાની પૂજા કરી માનવ-અવતારને પરિપૂર્ણ બનાવી,શુભ-કાર્યનો પ્રારંભ કરી નૂતનવર્ષને આવકારીએ..
વિશ્વદીપ..www.vishwadeep.wordpress.com (ફૂલવાડી)
વેબ-મહેફિલને તેમજ સૌ ભાવક મિત્રોને દિવાળીની શુભેચ્છાઓ અને
સાલ-મુબારક! નૂતન વર્ષ સુખમય નિવડે એવી પ્રાર્થના!
સુધીર પટેલ.
ગઝલ સરસ છે, પણ ઓક્ટોબર-૨૦૦૯ના ઉદ્દેશમાં છપાઈ છે એનો ક્યાંય ઉલ્લેખ નથી !!
Pinki : આદરણીય હિમાંશુઅંકલ, વૅબમહેફિલ પર મૂકાયેલ રચનાઓનાં લગભગ ૬૦-૭૦% કવિઓની અથવા તેમનાં વંશજોની મંજૂરી મેં લીધેલી છે અને તેમનાં સંપર્કમાં છું જ. અગાઉ સુધીરઅંકલે આ અંગે પ્રતિભાવમાં જણાવેલું તેથી તેને મેં તેનો ઉલ્લેખ ટાળ્યો હતો. http://webmehfil.com/?p=1925&cpage=1#comment-9755
દિલમા દીવો પ્રગટાવવાની વાત અને સૌની પ્રત્યે શુભ ભાવના સરસ રીતે વ્યક્ત થઈ છે, કવિશ્રી તથા વેબ મહેફિલના સૌ ચાહકોને અભિનદન અને તમારો આભાર………………..
પીન્કી, your website is non profit organization, so you don’t need authorisization from copy righter.
આ વેબ સાઈટ ગમતાનો ગુલાલ છે અટલે કારણ વિનાની કોઈ કવિ અને તેના copy righter,ની મજુંરી ની જરુરી રહેતી નથી…એ મ મારુ માનવુ છે!કારણ વિનાની માથજીક કર્યા વિના મિત્રો કાવ્યનો આંનદ માનો એ જ મારી નવલા વરસ ની આપ સવને શુભેચ્છા!!!
કોઈ તો વિતેલા પળની દિલમા ઊતરી જાય છે,
કસે જો દોરા ટૂટે તો માળાઓ વિખરાઈ જાય છે.
કોઈ દિલમા જગ્યા નવી વાતો માટે રાખે છે,
કોઇ પોતાની પાપણ પર યાદોના દિવા રાખે છે
કેહવા તો આ દુનિયા સાથે ચાલે છે પણ
છુપાયને આ દિલ દુખ રહે છે.
બસ યાદ સાથ છે, તારી બસ યાદ સાથ છે,
તારી યાદ સાથ છે, તારી યાદ સાથ છે.
આવા દિલમા પહેલા દિવો કરજો
ફરી શુભેચ્છાઓ સહ