દીવો કરી જુઓ : અશોક ચાવડા
અંધારથી ડર્યા વગર, દીવો કરી જુઓ,
અજવાશ આવશે નજર, દીવો કરી જુઓ.
અંદર સુધી ઉજાસનો અનુભવ થઈ જશે,
સગપણ વગર કબર પર, દીવો કરી જુઓ.
ઊંચી ઈમારતોમાં છે દીવાલ મીણની,
કહેવું કઈ રીતે : “નગર, દીવો કરી જુઓ ?”
મનમાં ન મેલ હોય તો પડશે નહિં ફરક,
કપડાં ભલે લઘરવઘર, દીવો કરી જુઓ.
મારી જ જેમ જર્જરિત છે બારસાખ પણ,
રોકાઇ જાવ, આજ ઘર, દીવો કરી જુઓ.
- અશોક ચાવડા
“દૂર ભાગે આંખ સામેનું તિમિર,
એક દીવો ભીતરે જો ઝળહળે.” – કિરીટ ગોસ્વામી
દિવાળી એટલે દિપાવલી પણ… એટલે કે દીપની હારમાળા… !! આજે બધાં ઘરો, દુકાનો અને રસ્તાઓ, દીવડાંઓ અને રોશનીથી ઝળહળી ઊઠ્યાં છે અને ત્યારે કિરીટ ગોસ્વામીએ કહ્યું એમ, એક દીવો જો ભીતર પણ ઝળહળી ઊઠે તો ? દિવાળીનાં શુભ દિને ભીતરનો દીવો પણ ઝળહળે તેવી શુભેચ્છાઓ.. !!
.

Pinki, I have mailed you twice.. No reply….I wanted to talk to you.. Are you fro Amdavad ?
દીપ પ્રગટાવવાનુ મહત્વ સરસ કાવ્ય દ્વારા રજુઆત…..ાને કબર સુધીના પ્રકાશની વાત ખુબ ગમી જાય એવી છે……
સરસ
પંક્તી યાદ આવી
યાદ આયે તો કબરપે દિયા જલા દેના