અટકી જવાના આપણે : શૈલેષ પંડ્યા ‘ભીનાશ’

 

રંગમાંથી અર્થ શોધી, આખરે અટકી જવાના આપણે,
એક,બે,ત્રણ દ્રશ્ય ચોરી, આખરે અટકી જવાના આપણે.

દોડતી ઘટના હૃદયમાં સાચવીને રાખવી સ્હેલી નથી,
બંધ મુઠ્ઠી સ્હેજ ખોલી, આખરે અટકી જવાના આપણે.

આમ તો બેઠા જ છીએ શ્વાસ રોકી, મૌન રાખી તોય પણ,
એક મૂંગું ચિત્ર દોરી, આખરે અટકી જવાના આપણે.

ક્યાં રહ્યું સાહસ કે ડૂબીને, તરીને બ્હાર પણ આવી શકે,
બે ચરણ જળમાં ઝબોળી, આખરે અટકી જવાના આપણે.

શોધ જેવું શોધતા કૈં ના મળ્યું ને જિંદગી પૂરી થઈ,
વારતા, સિદ્ધાંત છોડી, આખરે અટકી જવાના આપણે.

– શૈલેષ પંડ્યા ‘ભીનાશ’

 

 જિંદગી સાથેની હોડમાં દોડતાં દોડતાં… આખરે અટકી જવાના આપણે.   જોકે, વારતા કે સિદ્ધાંત છોડતાં પહેલાં બે ચરણ ઝબોળી તો લેજો… એમ સાવ જ ના અટકી જતાં !!

 

 

.


6 Comments to “અટકી જવાના આપણે : શૈલેષ પંડ્યા ‘ભીનાશ’”

  1. ખુબ સુંદર શૈલેષભાઇ.

  2. Maheshchandra Naik says:

    આખરે અટકી જવાના આપણે, જીવનનુ રહસ્ય સરળ રીતે કહી દિધુ….

  3. pragnaju says:

    સુંદર કૃતિ…
    શૈલેષ પંડ્યા ‘ભીનાશ’ની આખરે અટકી જવાના આપણે….
    તે આરંભે શુરા આપણે બધાંને ન અટકવાની વાત કટાક્ષથી સૂચવે છે!
    તેમાં સચોટ રીતે આપણી માનસિક સ્થિતીનું…
    “ક્યાં રહ્યું સાહસ કે ડૂબીને, તરીને બ્હાર પણ આવી શકે…
    બે ચરણ જળમાં ઝબોળી, આખરે અટકી જવાના આપણે.
    શોધ જેવું શોધતા કૈં ના મળ્યું ને જિંદગી પુરી થઈ,
    વારતા, સિદ્ધાંત છોડી, આખરે અટકી જવાના આપણે.”

    -અભિનંદન.

  4. ilajayswal says:

    khub saras!!

  5. Ashok Chavda says:

    Keep it up. Nice Gazal.

    Pinki : warm welcome to webmehfil, Ashokbhai.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME