મુબારક : ડૉ. મહેશ રાવલ

( નવલા વર્ષનું નવલું પ્રભાત )
સહુને સહુના ઘર મુબારક !
ઉપરછલ્લા થર મુબારક !
ભીનાં-કોરા સગપણ વચ્ચે
સંબંધો દુષ્કર મુબારક !
છુટ્ટા, ભેળાં, કે સહિયારા
સપનાંઓ સધ્ધર મુબારક !
લૂણો ખાતી ભીંતો ઓથે
ઉજવાતા અવસર મુબારક !
મૂંગી તસ્વીરોની નીચે
બોલકણાં અક્ષર મુબારક !
બે-કાંઠે ધસમસ પ્રશ્નોનાં
કાંઠાળા ઉત્તર મુબારક !
વત્તા, ઓછા, ગુણ્યા, ભાગ્યા
સરવાળે સરભર મુબારક !
- ડૉ. મહેશ રાવલ
નવલા વર્ષનું નવલું પ્રભાત મુબારક… !! નૂતન વર્ષે છુટ્ટા, ભેળાં, કે સહિયારા…. સપનાં સૌ સધ્ધર મુબારક… !! અને હા, દિવાળી નિમિત્તે કોઈ ઘરે ના આવી શકે તો સહુને સહુના ઘર મુબારક.
એટલે કે, ભીનાં-કોરા સગપણનાં આ દુષ્કર સંબંધો પણ મુબારક નીવડે. ટૂંકમાં, જિંદગીનું ગણિત એવું માંડવું …વત્તા, ઓછા, ગુણ્યા કે ભાગ્યા કંઈ પણ કરીને… સરવાળે સરભર મુબારક !!
.
the attachments to this post:


સહુને સહુના ઘર મુબારક
ઉપરછલ્લા થર મુબારક!
ભીના-કોરા સગપણ વચ્ચે
સંબંધો, દુષ્કર મુબારક
છુટ્ટા, ભેળાં, કે સહિયારા
સપનાંઓ સધ્ધર મુબારક
લૂણોખાતી ભીંતો ઓથે
ઉજવાતા અવસર મુબારક!
મૂંગી તસ્વીરોની નીચે
બોલકણાં અક્ષર મુબારક
બે-કાંઠે ધસમસ પ્રશ્નોનાં
કાંઠાળા ઉત્તર મુબારક!
વત્તા, ઓછા, ગુણ્યા, ભાગ્યા
સરવાળે સરભર મુબારક!
હું ગઝલ વાંચી રહી હતી
અને ક્યારે ખત્મ થઈ ગઈ !
અક્ષર મુબારક
વાહ્
ઊજળાં વર્ષો તમને સદાકાળ મુબારક.
આવી સુંદર કૃતિ દેતા રહેજો મબલક.
સરસ મહેશભાઇ.. સૌને આ ગઝલ મુબારક..
શ્રી ડો. મહેશભાઈને સાલ મુબારક અને ગઝલ-યાત્રા મુબારક……..
સુઁદર અભિવ્યકતિ…
Deear friends..
હ્ર્દય-જ્યોત જલાવી..એક સાચા-ભાવથી સૌને એક એનોખો પ્રેમ-પ્રકાશ આપીએ, એકમેક સાથ મળી સમગ-માનવજાતને ચાહીએ..ભેદભાવ ભૂલી એક વિશ્વકુટુંબ બનાવી સાથ રહીએ..સદેવ સત્ય,શાંતી, અને અહિંસાની પૂજા કરી માનવ-અવતારને પરિપૂર્ણ બનાવી,શુભ-કાર્યનો પ્રારંભ કરી નૂતનવર્ષને આવકારીએ..
વિશ્વદીપ..www.vishwadeep.wordpress.com (ફૂલવાડી)
Vishwadeep-Rekha
વત્તા, ઓછા, ગુણ્યા, ભાગ્યા
સરવાળે સરભર મુબારક !