આભ મૂંગું થઈ ગયું : હર્ષ બ્રહ્મભટ્ટ

પાન છેલ્લું લો ખર્યું,
ઝાડ મૂંગું થઈ ગયું.
એક જ્યાં ઇંડું દડ્યું,
ઝાડ મૂંગું થઈ ગયું.
પંખી આ ઊડી ગયું,
ઝાડ મૂંગું થઈ ગયું.
ખચ્ કુહાડી ડાળ પર-
ઝાડ મૂંગું થઈ ગયું.
ઝાડ આખું ક્યાં ગયું ?
આભ મૂંગું થઈ ગયું.
- હર્ષ બ્રહ્મભટ્ટ
મૂંગાં ઝાડને હિતેન આનંદપરા પૂછે છે, એક પંખીની જેમ કદી ઊડવાનું થાય તને મન ? પણ દડેલાં ઈંડાને જોઈને કે સાંજ પડ્યે પણ પંખીને પાછું ના આવેલું જોઈને, સાવ માણસ જેવું ઝાડ મૂંગું જ રહ્યું ?! અરે… ત્યાં સુધી કે ખચ્ દઈને કુહાડી ડાળ પર પડી તો પણ ….. અને તે જોઈને તો આભ પણ મૂંગું થઈ ગયું.
.
the attachments to this post:


સાચેજ, છેલ્લા ખરતા પાનથી થતી વનસ્પતિની વ્યથા તો આપણે જોઈ છે.
પણ, કદાચ છેલ્લા ઝાડ નાં ખરતી વેળા એ ધરતી માતાની વ્યથા કેવી હશે !!!!!!
અત્રે કેનેડામા ઝાડ પરથી પાનખરની મૌસમ જોવાનો વિશેષ મોકો મળ્યો છે, અને ઝાડની વેદનાનો અહેસાસ થાય છે એટલે આભ મૂંગુ થઈ જાય એ ઘટ્ના જ……………..ખુબ દર્દ્જનક બની રહી છે….
ટૂંકી બહેરમાં સુંદર ગઝલ! સાની મિસરો પુનરાવર્તન પામીને ઝાડની વ્યથાને ઘૂંટે છે અને છેલ્લા શે’રમાં ‘આભ મૂંગું થઈ ગયું’નું પરિવર્તન ધારી ચોટ ઊભી કરે છે.
હર્ષ સાહેબને અભિનંદન અને સરસ પસંદગી બદલ પીંકીબેનનો આભાર!
સુધીર પટેલ.
હૃદયસ્પર્શી કાવ્ય
સરસ.
સુંદર. વૃક્ષ એટલે એક વેલનો આધાર, ને આકાશનો ભેરુ. વૃક્ષએ કેટલાયનું આશ્રય સ્થાન હોય છે ને એટલે જ એના વિચ્છેદની પીડા વૃક્ષ માત્રને નહી સૌને થાય છે.
“ઝાડ આખું ક્યાં ગયું ?
આભ મૂંગું થઈ ગયું.”
સરસ
આ ઝાડ પર પંખી કે પંખીના માળા ન હોય તો ચાલશે.
પંખી વિનાનું ઝાડ એક માણસ વિનાના ઘર જેવું,
સ્મશાન જેવું જ લાગવાનું. છતાં પણ આપણી ચલાવી લેવાની વૃત્તિ છે. આ ઝાડ જોઈએ છીએ પણ કેટલીક પૂર્વ શરતોએ. એ બારેમાસ લીલું, વસંતના વૈભવ સાથેનું!
ટૂંકી બહેરની ચોટદાર ગઝલ…
ખુબ જ સરસ ગઝલ. આ વૃક્ષ માત્ર પંખીઓ જ નહીં, પરંતુ માણસનો પણ મિત્ર અને ઉપયોગી સાથી છે.
હૃદયસ્પર્શી કાવ્ય