એક જન્મદિને : વિપિન પરીખ

 

ટેલિફોન ઉપર ફૂલો મોકલી શકાતાં નથી

અને શબ્દોમાં સુગંધ બીડી શકાતી નથી.

ત્રણ-ચાર મિનિટની વાતોની દોડાદોડમાં

હ્રદય આસાનીથી પ્રગટી શકતું નથી.

કોઈના અવાજની સાથે ચહેરો જોઈ શકાતો હોય તો પણ

પોતે જોયેલાં સુંદર સ્વપ્નાંઓને

પ્રિયજનની પાંપણની અંદર મૂકી શકાતાં નથી.

મૂકી શકાતાં હોત

તો

તમે પણ મારી જેમ રાતભર સૂઈ ન શકત

અને હું

આ સવારે તમને ફોન ન કરત !

- વિપિન પરીખ

 

કોઈ પ્રિયજનનાં જન્મદિને આવી જ કંઈક મૂંઝવણ આપણે અનુભવી છે. અને આજે વિપિન પરીખનાં જન્મદિને આપણી લાગણીઓ અને મૂંઝવણ તેમનાં જ શબ્દોમાં… !!  સાથે માણીશું તેમની એક અન્ય રચના પણ.

 

 

.


4 Comments to “એક જન્મદિને : વિપિન પરીખ”

  1. sudhir Patel says:

    વિપીનભાઈને જન્મ-દિવસના હાર્દિક અભિનંદન!
    બન્ને કાવ્યો ખૂબ જ સરસ અને ભાવ-પ્રધાન છે.
    સુધીર પટેલ.

  2. Bharat Atos says:

    ખુબ જ સુંદર કાવ્ય.
    ઘણા દિવસે થોડો ટાઇમ મળ્યો આજે.

  3. Lata Hirani says:

    અત્યંત સુંદર્. વિપિન પરીખ મારા પ્રિય કવિ છે..

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME