પ્રાર્થના : વિપિન પરીખ
સવારે વહેલા ઊઠવા માટે
એને
ભગીરથ પ્રયત્ન નથી કરવા પડતા.
રક્તના કોષોને સ્ફૂર્તિમંત કરવા માટે
ચા-કૉફીનો આશરો નથી લેવો પડતો.
એને ઑફિસે નથી જવું પડતું.
એ ઘર ઘર રમે છે, પણ
પત્ની સાથે સંતાકૂકડી નથી રમવી પડતી.
રાતે સુખેથી સૂઈ શકે એટલા માટે
ઊંઘની ટીકડીઓ નથી લેવી પડતી.
એટલા માટે જ કહું છું હે પ્રભુ,
મારા ઉપર જળ છાંટીને
એક દિવસ માટે
મને બાળક બનાવી દે !
- વિપિન પરીખ
આપણાં જન્મદિને આપણે પણ આવી જ કંઈક માંગણી કે પ્રાર્થના કરીએ છીએને ?!!
.

wow that nice one, અભિનંદન વિપિનભાઈ, ખરેખર બાળપણ એટલે કોઈપણ જાતની ચિંતા અને જવાબદારી વિનાની આઝાદ જિંદગીની શ્રેષ્ઠ ક્ષણ!!…તે જીવનમાં એકજવાર મળે છે, લાખ માંગવા છતાં તે પળ અને ક્ષણો જીવનમાં ફરીથી મળતી નથી.
ખુબ સુંદર.
વિપિન પરીખનું કાવ્ય હોય અને કંઇ અલગ ના હોય એવું બને જ નહિં!!!!