મારે જાવું સામે કાંઠે : ડૉ. મનોજ જોષી

 

રસ્તા વચ્ચે મળવું કાયમ,
અંદરથી ખળભળવું કાયમ.

દૃશ્યો લીલાં કરવા માટે
આંખોનું ઓગળવું કાયમ.

અણસારો છે કે અંગારો,
જોતાં સાથે બળવું કાયમ.

હાથે આવ્યું પાણી ઢોળી,
આદત છે, ટળવળવું કાયમ.

મારે જાવું સામે કાંઠે,
તારે પાછા વળવું કાયમ.

- ડૉ. મનોજ જોષી

 

જામનગરનાં તબીબ મનોજ જોષી રોગની નાડ પારખતાં પારખતાં હ્રદયની નાડ પણ પારખી લે છે, અને અંદરનો ખળભળાટ દૂર કરી સામે કાંઠે  જવા પણ તત્પર છે. 

 

 

.


4 Comments to “મારે જાવું સામે કાંઠે : ડૉ. મનોજ જોષી”

  1. Kedar says:

    વાહ…ખુબ સુન્દર રચના… ધન્યવાદ મનોજભાઈને.. અને પિન્કીબેનને તો ખરા જ

  2. સુંદર ગઝલ… ટૂંકી બહેરમાં ઉત્તમ કામ થયું છે…

  3. sudhir Patel says:

    સરસ ગઝલ!
    સુધીર પટેલ.

  4. મારે જાવું સામે કાંઠે,
    તારે પાછા વળવું કાયમ.
    વાહ..સુંદર શબ્દ રમત..મજા આવી જાય તેવી રચના છે.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME