લઘુકાવ્યો : ભાવેશ ભટ્ટ
ટિકિટ લીધા વગર,
એક માણસ ટ્રેનનાં પાટા પર સૂઈ ગયો,
ક્યાંનો ક્યાં પહોંચી ગયો.
* * * * *
કોઈ સારો કૉમ્પ્યુટર એન્જિનીયર
ધ્યાનમાં હોય તો કહેજો.
જેટલી વાર માણસ ડૉટ કોમ
ઍન્ટર કરું છું
કૉમ્પ્યુટર હેન્ગ થઈ જાય છે.
* * * * *
રસ્તા પર બેવડ વળી ગયેલા
વૃક્ષને જોઈને બાળકે પૂછ્યુ,
“કેમ અંગૂઠાં પકડીને ઊભું છે ?
તેં લેસન ન્હોતું કર્યું ?”
* * * * *
જે વૃક્ષની નીચે
ધમધોકાર ચાની કિટલી ચાલતી
એ વૃક્ષને રોજ એવો પ્રશ્ન થતો
‘કટિંગ’ એટલે શું ?
- ભાવેશ ભટ્ટ
ઝાડ નીચે ઊભો ઊભો કટિંગ પીતો એક અમદાવાદી - ભાવેશ ભટ્ટ માણસ ડૉટ કોમ ને વૃક્ષ ડૉટ કોમની સર્ચમાં પણ છે .. !!
.

ચોટદાર લઘુકાવ્યો..
રસ્તા પર બેવડ વળી ગયેલા
વૃક્ષને જોઈને બાળકે પૂછ્યુ,
“કેમ અંગૂઠાં પકડીને ઊભું છે ?
તેં લેસન ન્હોતું કર્યું ?”
વાહ, વાહ!
સરસ અને સચોટ લઘુ કાવ્યો!
સુધીર પટેલ.
લઘુ કાવ્યો નવીન છે અને સાચુકલા પણ છે. કટિંગ ચા નો રીવાજ અમારા સુરત માં પણ ચાલુ થઇ ગયો છે.
ભાવેશ ભટ્ટ, આવું સંશોધન ચાલુ રાખો.
ટૂંકમાં જ ઘણું બધું સમજાવી જાય છે.
સુંદર કાવ્યો
માણસ ડોટ કોમ નું કાવ્ય ઘ્ણુ ગમ્યું…દુંદર લઘુ કાવ્યો પીન્કીને અભિનંદન આકાવ્ય મૂકવાઅ બદલ..સાથે નવા વર્ષની શુભેચ્છા.
મજાના કાવ્યો છે.
માણસ ડોટ કોમ એન્ટર કરોને અને કોમ્પ્યુટર હેન્ગ થાય,
મણસની ભાવનાને સાયંસની કોઇ સિધ્ધિ ક્યારેય ઓવર-ટેઇક કરી શકવાની નથી.
એક્દમ સચોટ નિશાના સાધ્યા છે … ખુબ સુંદર
વાહ ભાવેશ વાહ….
સરસ લઘુકાવ્યો માટે અભિનદન………….
ખુબ સરસ લઘુ કાવ્યો.
VERY EXCELLENT AND SUPERB LAGHHU KAVYO!IT’S tells you so many things! ..Special Congratulations to BHAVESHBAHI.
–Rohit Patel
આ લઘુકાવ્યો ને ભાવેશના સ્વમુખે સાભળવાનો લ્હાવો ગાંધી જયંતીની સાંજે મળેલો. એને અહીં પુન: તાદ્રશ થતા જોઈ ખુબ ગમ્યું. આ યુવાન કાવ્યોનો વ્યાપ વિશાળ છે. અભિનંદન!
ખુબસરસ લધુકાવ્યો માટૅ અભિનન્દન
SIMPLY SUPERB…