પાનખર : જયેન્દ્રસિંહજી જાડેજા ‘ફાની’

pankhar  

ફાવે તો માત્ર બાગમાં ફાવે છે પાનખર,
વેરાન વનમાં ક્યાં કદી આવે છે પાનખર ?

નહીંતર એ આટલી બધી ગમગીન હોય ના,
સાથે વસંતની વ્યથા લાવે છે પાનખર.

અશ્રુઓ થાવ સાબદા વહેવા એ વાત પર,
નિર્મમ બની મુકામ ઉઠાવે છે પાનખર.

માણું છું એને એટલી કે ભર વસંતમાં,
સાચ્ચે મને તો યાદ બહુ આવે છે પાનખર.

એવી જ હોવી જોઈએ તાસીર આપણી,
ત્રાસેલ જીવ ! ક્યાં વધુ તાવે છે પાનખર ?

મારા ઉદાસ દિલનો છે એ હૂબહૂ ચિતાર,
જાણે મને પ્રકાશમાં લાવે છે પાનખર.

‘ફાની’ કહો કે સાવ સુકાયેલા પાન પર-
આ કોની લીલી યાદ લખાવે છે પાનખર ?

- જયેન્દ્રસિંહજી જાડેજા ‘ફાની’

 

ભારતમાં પાનખરની શરુઆત થઈ ગઈ છે. જોકે વિદેશની જેમ વૃક્ષનાં રુપ,રંગ અહીં વધુ નિખરતાં નથી. પણ રસ્તાની બન્ને બાજુએ ખરેલાં પાન ચિત્તાકર્ષક તો લાગે જ.  વસંતની સારી વ્યથા લઈને આવતી પાનખરને એટલે જ જલ્દી કોઈ આવકારતું નહિં હોય ?!!  પણ, તેની સંવેદના કવિ તો અનુભવી જ શકે.  જિંદગીમાં આવતી પાનખરને આમ જ આવકારીએ તો ?  બસ થોડી લીલી સૂકી યાદો… ક્યાં વધુ તાવે છે પાનખર ?

 

 

.


the attachments to this post:

pankhar
pankhar

pankhar
pankhar

untitled
untitled

untitled
untitled

untitled
untitled

untitled
untitled


5 Comments to “પાનખર : જયેન્દ્રસિંહજી જાડેજા ‘ફાની’”

  1. Maheshchandra Naik says:

    પાનખર તો કેનેડામા જ માણવાની હોય, સૌને આમત્રણ છે…….પાનખર ગીત નો આનદ આવી ગયો, આભાર……..

  2. Lata Hirani says:

    મને લાગેછે કે વિદેશમાં વૃક્ષ ઊંડા નિસાસા નાખે છે.. સાવ ઠુંઠા જેવા વૃક્ષ જાણે રડતા હોય એવું લાગે છે…

    કાવ્ય સરસ છે.. તમારી પસંદગીને દાદ આપવી પડે..

  3. ખુબ જ સુંદર રચના છે.વાંચી ને આનંદ થયો.’ફાની’સાહેબને ખુબ ખુબ અભિનંદન.

  4. સાહેબ મે આ રચના મારા બ્લોગ પર મુકી છે કોઈ પણ વાંધો હોય તો મન જણાવશો.આભાર

    http://gujaratikavitaanegazal.ning.com/

    Pinki : You can share it but just inform me & also put a link of site. People think so, we just type a poem/gazal, but no … it’s not that. We care & concern for it. We select gazal as per occasion, and so.. it’s not just a work of ‘mere’ typing….?!! Sometimes, I’ve to work hard to get particular poem/gazal. We’ve to find from our old diaries or books, or I contact persons to find it.

  5. sudhir Patel says:

    વાહ! ખૂબ જ માતબર ગઝલ – મત્લા થી મક્તા સુધી પાનખરનાં અવનવા રંગોને નીખારતી ગઝલ!
    પાનખરનું ચિત્ર પણ આબેહૂબ છે!
    સુધીર પટેલ.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME