ફાધર વાલેસ : એક અવિસ્મરણીય અનુભવ

( પ્રાર્થનામંદિર )
શાળાનાં વિશાળ પ્રાંગણમાં આવેલ પ્રાર્થનામંદિરનાં મંચ પર ઈનામ વિતરણ સમારંભ રાખવામાં આવેલો. એક દશ-બાર વર્ષની છોકરી, મહેમાનને હસ્તે ઇનામ મેળવી તેમની સામે ડોક ઊં….ચી કરી ટગરટગર જોયાં કરે છે. ’વી’ આકારનું મરુન સ્વેટર, ચશ્મા, ગુલા..બી ગુલા..બી ચહેરો અને ઊં…ચાં મહેમાન પણ ખૂ..બ જ પ્રેમથી તેનાં માથે હાથ ફેરવે છે.
બસ, આમ તો આટલી જ વાત ! એ દશ-બાર વર્ષની છોકરી એટલે હું અને તે લાં…બા મહેમાન એટલે “ફાધર વાલેસ”. ત્યારે તો એટલી જ ખબર કે, આ મહેમાન તો કોઈ મોટા લેખક છે. જરાક ગર્વથી ઘરે આવીને મમ્મીને કહ્યું પણ ખરું કે આજે તો મોટા લેખકે મને ઈનામ આપ્યું !! તો મનમાં વિચાર પણ આવેલો ક્યારેક, તેમનું નામ તો ક્રિશ્ચિયન અને ગુજરાતીમાં લખે ?!! પણ એ જાણવાની ઉત્કંઠા ક્યાંક દબાઈ ગઈ’તી. ઇન્ટરનેટ પર અચાનક ગુજરાતી સાહિત્ય વાંચવા મળ્યું અને પછી તો … જૂની ડાયરીઓ, પુસ્તકો જાણે કે… ખોવાયેલો ખજાનો લૂંટવાની તક મળી.

( ફાધર વાલેસ )
ડાયરીઓ અને પુસ્તકો કાગળ માત્ર નથી હોતાં. પાનાંઓ ફેરવતાં, જિંદગીની સુખદ કે દુઃખદ ઘટનાઓમાંથી પણ પસાર થવું પડતું હોય છે. અને કોઈ સુખદ ક્ષણે, કોઇ પાને, ફાધર વાલેસનું અચાનક સ્મરણ થઈ આવ્યું. તેમને ફરી મળવાનું મન થયું અને તપાસ કરતાં જાણવા મળ્યું કે, તેઓ તો સ્પેન પરત ચાલ્યા ગયાં છે. અધીરું મન બસ બે-ત્રણ આંસુ ટપકાવીને શાંત !! પણ વળી, દસેક દિવસ બાદ, ઇન્ટરનેટની મદદથી ફાધર વાલેસની સાઈટ પર જઈ ચઢી. અને બીજી જ મિનિટે તેમને મૅલ લખ્યો. બીજા દિવસે ઉતાવળે મૅલ ચૅક કર્યો અને સાનંદાશ્ચર્ય… !! તેમણે મને બીજાં જ દિવસે ઉત્તર આપેલો અને તે પણ ખૂ…બ જ પ્રેમથી, ” I am touched by your mail.” ત્રીસ વર્ષ પહેલાં હાથ ફેરવેલો ત્યારે થયેલી લાગણી ફરી અનુભવી અને ત્યારે મન બે-ત્રણ આંસુમાં ધરાયું નહિં. વળી, તેમને મૅલ લખ્યો અને તેમને મળવા તત્પર મનથી બસ લખાઈ જાય છે, આપ ભારત આવો… અમે તમને ખૂબ ખૂબ યાદ કરીએ છીએ. બ…સ એ તો ખાલી એ..મ જ લખાઈ ગયું, આટલી ઉંમરે હવે તેઓ કેવી રીતે આવી શકે ? અને વળી, મનને સમજાવી પણ દીધું.

( ફાધર વાલેસ વકતવ્ય આપતાં )
૨૬ સપ્ટેમ્બર, ૨૦૦૯, શનિવારનાં રોજ ગુજરાત વિદ્યાપીઠ ખાતે ફાધર વાલેસ તેમનાં નવાં પુસ્તકનું વિમોચન કરવાં આવવાનાં છે. ( દેવેન્દ્રભાઈ અને રમેશભાઈ તન્નાનો ખૂબ ખૂબ આભાર ) મોબાઈલ પર મૅસેજ વાંચી, જાણે સપનું જોતી હોઉં એમ જ લાગ્યું. વળી, દિનેશ અંકલનો ફોન આવ્યો અને તેમની સાથે પણ વાત થઈ, પછી ખાતરી થઈ. હાથમાં તકલીફ હોવાથી જાતે ડ્રાઇવ કરી જવું મુશ્કેલ હતું પણ આ દુર્લભ તક ગુમાવાય ?!! અને ત્યાં તેમને થોડી જ મિનિટો માટે મળાયું પણ તે આનંદ શબ્દોમાં વર્ણવવો શક્ય નથી જ.
આજે તેમનાં જન્મદિને, મબલખ શુભેચ્છાઓ સહ, મારી શાળા શેઠ સી.એન. વિદ્યાવિહાર, અમદાવાદમાં ગવાતી તે પ્રાર્થના માણીએ…. !
દીવો રે પ્રગટાવો નાથ, કેડીને અજવાળો,
દીવો રે પ્રગટાવો ! (૨)
ઘોર રે અંધારું પરગટ ભર્યું રે ઘટમાં મારે,
નજરું માંડું તો સુઝે પથ ના રે પગથારે;
એક રે પગલીનો આજ પથ તો બતાવો નાથ !
કેડીને અજવાળો !
દીવો રે પ્રગટાવો ! – દીવો૦
સૂનું સૂનું કોડિયું ને સૂની એની આજ વાટ,
પ્રગટાવો કોક હવે જ્યોતિ આજ એની નાથ ! (૨)
ચેતનની ચિનગારી આજ ઘડી તો જલાવો નાથ !
કેડીને અજવાળો !
દીવો રે પ્રગટાવો ! – દીવો૦
- રવીન્દ્ર ઠાકોર
.
the attachments to this post:




પ્રિય પિન્કીબહેન,
ઇશ્વર કરે આ સુખદ અનુભવનો નશો આપને જીવનપર્યંત રહે..!!
હું ઇશ્વરને પ્રાર્થના કરીશ.
પણ કહે છે ને કે..!!
“જો ઇચ્છા કરી મન માઁહી,રામ કૃપા કછુ દૂર્લભ નાઁહી..!!”
માર્કંડ દવે.
પ્રસંગ વાંચતાં ગદ ગદ થઈ જવાયું.
“કવિશ્રી સ્નેહરશ્મિ પ્રાર્થના મંદિર” નામ વાંચતાં ૧૯૫૧-૧૯૫૨ માં અમદાવાદની ગુજરાત કોલેજમાં ભણતો હતો એ વખતે પૂજ્ય શ્રી સ્નેહરશ્મિનું લેક્ચર સાંભળેલું એ યાદ આવ્યું. શું બોલેલા એ બધું તો યાદ નથી, પણ એમના શબ્દો હ્રદયમાંથી આવતા હતા અને એટલે અસરકારક હતા.
Pinki : yees, he too was very caring. Everyday, I passed by his house, and shouted his nick name ‘zi…nada…da’ !!
પિંકી, સી. એન.માં કઇ સાલમાં ? મારો દીકરો નિસર્ગ પણ સી એન નો વિદ્યાર્થી છે, જેને ઘરે હું અત્યારે સ્કોટલેન્ડમા છું. ઇ મેઇલની રાહ જોઉ છુઁ..
બહુ જ સુંદર.. ઇનામ વિષે જાણવાની ઘણી ઉત્સુકતા છે તો ચોક્કસ જણાવજે..
અહીં પણ એમના પુસ્તકો લાયબ્રેરીમાંથી લઇ આવું છું અને વાંચીને જીવનને
‘યાદગાર’ બનાવીને ‘માનવ’ તરીકે જીવવાનું પ્રેરક બળ આપી જાય છે.
Pinki : I couldn’t recollect anything about prize, really. I think, even that time, I was soo much happy that, I got prize from ‘him’, not for prize !!
શ્રી ફાધર વાલેસ ની ગુજરાતી સાહિત્ય માટેની સેવા અદભૂત અને અનન્ય છે. તેમને ગુજરાતી સાહિત્ય ને સમૃદ્ધ કરવામાં તેમનો મોટો ફાળો છે, તેમના હાથે નાની ઉંમરે ઈના લેવાની ઘટના ડાયરી ના ભૂતકાળને વાંચતા જ જો તમને સાહિત્ય તરફ વાળે તેનાથી મોટી પ્રેરણાદાયી હસ્તી કઈ હોઈ શકે?!
Very good!! It<s really honour to meet him!!
આવા વિરલ અવિસ્મરણીય અનુભવ બદલ અભિનંદન!
શ્રી ફાધર વાલેસને જન્મ-દિવસ પર હાર્દિક વધાઈ અને ગુજરાતી સાહિત્યને હજી વધુ સમૃધ્ધ કરે એવી પ્રાર્થના!
એમની અમદાવાદની મુલાકાત અને સુંદર ચિત્રો મુકવા બદલ પીંકીબેનનો પણ આભાર!
સુધીર પટેલ.