ખુશ્બુ ગુલાબમાં આવી : ‘આદિલ’ મન્સૂરી
સર્વ કળીઓના ખ્વાબમાં આવી,
તારી ખુશ્બુ ગુલાબમાં આવી.
આંખ પ્યાલીમાં ઓગળી ગઈ છે,
કોની છાયા શરાબમાં આવી.
તારા હૈયે જે વાત ઘૂંટાઈ,
જો એ મારી કિતાબમાં આવી.
એણે જ્યારે નજર કરી ઊંચી,
રોશની આફતાબમાં આવી.
લાખ પત્રો લખ્યા હશે ત્યારે,
એક લીટી જવાબમાં આવી.
પ્રેમનો દાખલો ફરી માંડો,
ભૂલ પાછી હિસાબમાં આવી.
- ‘આદિલ’ મન્સૂરી
Oh Love, your fragrance subtly penetrates
In the buds of roses and spreads when they bloom.
Look, my eyes are dissolved in the chalice of wine
Tell me whose shadow gives divine colours to the wine.
The poignant story that haunts your heart
See, it is now caught in the pages of my book.
When She slowly deigned to raise her eyelids
The brightness dazzled the Sun himself.
The letters I wrote were a thousand thousand
The response I got is in only one line !
Now let us do this sum of love again
There’s an error dear, in our calculation.
Translator : Rajanikant Pancholi
૬ નવેમ્બર, ૨૦૦૮નાં રોજ આધુનિક ગઝલનાં પ્રણેતા ”આદિલ’ મન્સૂરીએ આપણાં સૌની વચ્ચેથી વિદાય લીધી. આજે તેમની પુણ્યતિથિએ એક શબ્દાંજલિ. ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશન દ્વારા સાહિત્ય પરિષદ ખાતે ” એક શામ, આદિલ કે નામ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, આપ સૌને પણ જોડાવા આમંત્રણ.
.
the attachments to this post:


આ ગઝલ ઘણા વખત પહેલા વાંચી હતી, આજે ફરી એ યાદ તાજી થઇ ગઇ. છેલ્લે આદિલ મન્સુરી સાહેબને ગજ્જર હોલમા મળી હતી, શ્રી નવીન ઢગઢ ના પુસ્તક નુ વિમોચન હતુ ત્યારે. અને બસ થોડા મહિનામા જ એમના જન્નત નશિન થવાની ખબર આવી. આપે ખૂબ સરસ રીતે ગઝલ અને એનો અનુવાદ પ્રસ્તુત કરીન એમને શ્રદ્ધાંજલી અર્પી.
આદિલ સાહેબને એમની પ્રથમ પુણ્યતિથિએ નત મસ્તક શ્રધ્ધાંજલિ!
સુંદર ગઝલ અને એટલો જ સરસ અંગ્રેજી અનુવાદ.
અમારા વતી આ કાર્યક્રમમાં જોડાવા વિનંતી. આભાર.
સુધીર પટેલ.
જ. આદિલ મન્સુરી એ ખૂબ્ ઉમદા ગઝલકાર અને નિખાલસ, સહ્રદયી અને સૌમ્ય માણસ હતા..હતા શબ્દ અહિ કઠે છે, એમના પ્રેમને ઘણાએ ગઝલમા માણ્યો છે… એ જ પ્રેમથી એ અમેરિકાથી ફોનથી એ આપ્તજનો- મિત્રોની ખબર લેતા! … એ રણકો એ મહોબત ક્યાઁ? … એમની ખુશબુ અહિ ફેલાવવા બદલ આભાર..
વાહ્..ખુબ સરસ રજુઆત્.. નદીની રેત માં રમતું આ શહર મળે ના મળે. એ તો કદાચ પણ મળી જાય પણ આદિલ તો નહી જ મળે..
સ્નેહા- અક્ષિતારક
શ્રી આદિલસાહેબને સલામ….ગુજરાતી-અગ્રેજી ગઝલનો મિજાજ એક જ રહ્યો છે…..આદિલસાહેબની કલમનો કમાલ છે…..
વાહ્..ખુબ સરસ રજુઆત્.. નદીની રેત માં રમતું આ શહર મળે ના મળે. એ તો કદાચ પણ મળી જાય પણ આદિલ તો નહી જ મળે..