ચાર એકલતાની ભીંતો : મનહર ચોકસી
ચાર એકલતાની ભીંતો ગોઠવી,
ને પછી એને હું મારું ઘર કહું !
ચોર પગલે શૂન્યતા ઊગી ગઈ,
આ હ્રદયને દર્દનું ખેતર કહું !
સંભવોની ટોચ દેખાતી નથી,
શી રીતે ધબકારનું ભીતર કહું ?
પાંચ ક્ષણમાં જાગતી આશા અને,
પાંચ ક્ષણમાં કોઈને ઈશ્વર કહું.
હું ઘણી વેળા નથી ગમતો મને,
હું મને પણ શી રીતે ‘મનહર’ કહું ?
- મનહર ચોકસી
ભીતરની ઉદાસીને એકલતાની ભીંતો ચણતાં કેટલી વાર ?! અને ત્યારે ખુદનાં પ્રત્યે પણ ધૃણાનો ભાવ જાગે. આવી જ કોઇક નકારાત્મક ક્ષણની વેદના ડૉ. મુકુલ ચોકસીનાં પિતાની કલમે.
.

mari eakaltathi kantaline
hu puchhi besu chhu-
ast thata suryane shu kare chhe tu
ast thaya pachhi….
કવિશ્રી એકલતા અને ઉદાસીના ગઝલકાર હતા, મને એમને સાંભળવાનો અવસર સુરતમાં અનેકવાર મળ્યો હતો કારણ કે મારા ઘરની નજીક એઓ રહેતા હતા અને અમારો વ્યવસાય પણ એક જ હતો, એમની સ્મૃતીઓને યાદ કરાવવા બદલ આપનો આભાર……
પૂ.મનહરભાઈની સુંદર ગઝલ વાંચી એમની યાદ આવી.આ ગઝલ મેં એમની પાસે સાંભળી હતી એવું મને ચોક્કસ યાદ છે.
મત્લાનો શેર બહુ જ ગમ્યો. પોતાની ટીકા કરવાની કવિની પ્રામાણિકતા જચી ગઈ.
બહુ જ સુંદર ગઝલ! છેલ્લા બન્ને શે’ર વિશેષ ગમ્યાં.
સુધીર પટેલ.