અજબ જેવી વાત છે : ઉપેન્દ્રાચાર્યજી

નાની મારી આંખ, એ જોતી કાંક કાંક,
એ તો કેવી અજબ જેવી વાત છે !
નાક મારું નાનું, એ સૂંઘે ફૂલ મજાનું ,
એ તો કેવી અજબ જેવી વાત છે !
નાના મારા કાન, એ સાંભળે દઈને ધ્યાન,
એ તો કેવી અજબ જેવી વાત છે !
નાનું મોઢું મારું, એ બોલે સારું સારું,
એ તો કેવી અજબ જેવી વાત છે !
આંગળી મારી લપટી, એથી વગાડું ચપટી,
એ તો કેવી અજબ જેવી વાત છે !
નાના મારા હાથ, એ તાળી પાડે સાથ,
એ તો કેવી અજબ જેવી વાત છે !
પગ મારા નાના, એ ચાલે છાનામાના,
એ તો કેવી અજબ જેવી વાત છે !
- ઉપેન્દ્રાચાર્યજી
મિત્રો, ૧૪ નવેમ્બર ચાચા નહેરુનાં જન્મદિને, સૌએ બાળદિન મનાવ્યો. ઇન્ટરનેટમાં ક્ષતિને કારણે તે જ દિવસે તો બાળગીત ના મૂકી શકાયું. પણ આજે જાણીતા સાહિત્યકારોની કલમે બાળગીતો માણીએ. આપ સૌ ગઝલના ઇંતેજારમાં હશો પણ, જો બાળકને બાળકની ભાષામાં ગુજરાતી વંચાવીએ કે સંભળાવીએ તો તેને જલ્દી પોતીકું લાગશે. દેશ કે વિદેશમાં રહેતા ગુજરાતીઓને સરળતાથી બાળગીત ઉપલબ્ધ હશે તો આવનારી પેઢીમાં ગુજરાતીનાં મૂળિયાં પગપેસારો કરી શકશે. ગુજરાતીને ન ભૂલવાનો એક સરળ ઉપાય ! નાનપણથી જ બાળકને તેનાથી દૂર ના જવા દઇએ તો ?
જોકે, આ બાળગીતમાં તો, બાળપણથી જ આપણને ઈશ્વરદત્ત શક્તિઓ ‘પંચેન્દ્રિયો’ પ્રત્યે અંગુલિનિર્દેશ કરી, કૃતજ્ઞત્વનો સંદેશ આપ્યો છે. પણ આપણે તો - આંખ, કાન, નાક, હાથ, પગ જાય ત્યારે જ ‘છઠ્ઠી ઈન્દ્રિય’ જાગૃત થાય અને કૃતજ્ઞતા અનુભવાય.. !!
.
the attachments to this post:


નાનપણમાઁ મારીબહેન ગાતી હતી-તેની યાદ આવી ગઇ.આભાર.
બાળ-દિન નિમિત્તે મૂકેલાં ગીતો માણવાની મજા ઓર છે!
સુધીર પટેલ.
બાળગીતૉ નાના ભુલકાઓને સંભાવવાની અને સાંભળવાની મઝા જ અનોખી હોય છે, આભાર………..
મારું અત્યંત પ્રિય ગીત મૂકીને તમે બાળપણને યાદ અપાવી દીધું..ધન્યવાદ
School ma teacher gavdavta. Juna divso yad aavi gaya. Dhanyavad.