ઇટ્ટા-કિટ્ટા : સુરેશ દલાલ

 

કિટ્ટા કિટ્ટા…. કિટ્ટા
કિટ્ટા કિટ્ટા…. કિટ્ટા

કનુ : ઇલા તારી કિટ્ટા.

ઇલા : કનુ તારી કિટ્ટા.

ઇલા:
મારી પાસે મીઠી મીઠી શેરડી ને સિંગો
લે હવે તું લેતો જા હું આપું તને ડીંગો

કનુ :
મારી પાસે ખાટી મીઠી આંબલી ને બોર
એકે નહીં આપુ તને છો ને કરે શોર

ઇલા:
જાણે હું તો આંબલી ને બોર નો તુ ઠળીયો
ભોગ લાગ્યા ભાગ્યના કે ભાઇ આવો મળીયો

કનુ :
બોલી બોલી વળી જાય જીભના છો કુચ્ચા
હવે કદી કરું નહી તારી સાથે બુચ્ચા

ઇલા:
જા જા હવે લુચ્ચા….

ઇટ્ટા અને કિટ્ટાની વાત અલ્યા છોડ
ભાઇ બહેન કેરી ક્યાં જોઇ એવી જોડ

- સુરેશ દલાલ

 

બાળદિનની ઉજવણી સાથે, એક અન્ય ‘બાળક’નો જન્મદિન પણ આજે ૧૬ નવેમ્બરે જ છે તેમનો જન્મદિન પણ મનાવી લઇએ તો ?  હા, હું વાત કરું છું મેહુલ સુરતીની. જેમનાં થકી ગુજરાતી સુગમ સંગીત એક નવી જ ઊંચાઇને સ્પર્શી શક્યું છે. અને ખા…સ તો યુવા પેઢી અને બાળકોને તેમણે આકર્ષ્યા છે.  જે બીજી ચાવી ‘ગુજરાતી ભાષા બચાવો’ની…. !!  (ઑડિયો)

 

 

.


2 Comments to “ઇટ્ટા-કિટ્ટા : સુરેશ દલાલ”

  1. Lata Hirani says:

    બધા જ બાળકાવ્યો સરસ છે..

  2. ms says:

    thank u ! :)

    Pinki : Warm Welcome to WebMehfiL, Mehulbhai. :)

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME