એકડો સાવ સળેખડો : રમેશ પારેખ

 

એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો,
બન્ને બથ્થંબથ્થા બાઝી, કરતા મોટો ઝગડો.

તગડો તાળી પાડે, ને નાચે તાતાથૈ.
ચોગડાની ઢીલી ચડ્ડી, સરરર ઊતરી ગઇ

પાંચડો પેંડા ખાતો, એની છગડો તાણે ચોટી,
સાતડો છાનો માનો, સૌની લઇ ગયો લખોટી.

આઠડાને ધક્કો મારી, નવડો કહેતો ખસ,
એકડે મીંડે દસ વાગ્યા, ત્યાં આવી સ્કૂલની બસ.

- રમેશ પારેખ

 

રમેશ પારેખે પણ બાળ-સાહિત્યનાં ક્ષેત્રમાં યોગદાન આપી, બાળવાર્તા અને બાળકાવ્યોનું અમૂલ્ય સર્જન કર્યું છે.  એકડે એક થી એકડે મીંડે દસ શીખવા માટે આનાથી વધુ સરળ કોઇ રીત હોઇ શકે ?!! (ઑડિયો)

 

 

.


One Comment to “એકડો સાવ સળેખડો : રમેશ પારેખ”

  1. Maheshchandra Naik says:

    અંકગણીત શીખવવા માટેનુ સરસ બાળગીત, ગમ્મત સાથે ગણતર આપતુ ગીત, આભાર……

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME