હું ને ચંદુ : રમેશ પારેખ
હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠા,
લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠા;
મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લૂંગી,
પરદો બાંધી અમે બનાવી ફિલમ મૂંગી મૂંગી. - હું ને ચંદુ.
દાદાજીનાં ચશ્મામાંથી કાઢી લીધો કાચ,
એનાથી ચાંદરણા પાડ્યાં પરદા ઉપર પાંચ;
ચંદુ ફિલમ પાડે ત્યારે જોવા આવું હું,
હું ફિલમ પાડું તો જોવા આવે છે ચંદુ. - હું ને ચંદુ.
કાતરિયામાં છુપાઈને બેઠી’તી બિલ્લી એક,
ઉંદરડીને ભાળી એણે તરત લગાવી ઠેક;
ઉંદરડી છટકી ને બિલ્લી ચંદુ ઉપર આવી,
બીક લાગતાં ચંદુ સાથે ચીસો મેં ગજાવી .
દોડંદોડા ઉપર આવી પહોંચ્યાં મમ્મી-પપ્પા,
ચંદુડિયાનો કાન આમળ્યો, મને લગાવ્યા ધબ્બા. - હું ને ચંદુ.
- રમેશ પારેખ
આ ગીત વાંચીને તો ચોક્કસ સૌને પોતાનું બાળપણ યાદ આવી જ ગયું હશે. કારણ આપણે નાના હતાં ત્યારે ‘ડબ્બા પિચ્ચર’ આવતું ( ૫ પૈસા ટિકિટ ! ) એટલે ત્યારે આવું રમવાનો આનંદ પણ હતો. જોકે, હવે તો, મારો દીકરો પ્લે-ગ્રુપમાં જતાં પહેલાં જ લેપટૉપ પર જાતે જ ઑપરેટ કરીને મુવી જોઈ લેતો’તો…. !!
.

બાળપણના સ્મરણો તાજા થાય..એ દિવસોમાં પાછુ જવાનું મન થાય..
ડો. શ્યામલ અને સૌમિલ મુન્શીના કાર્યક્રમમા એક વાર સાંભળેલી રચના અને એમના આલ્બમમા પણ છે……..આભાર
Khoobaj saras rachna chhe. Balpan ni yaad taji thai gai. Mara balko ne pan sikhvadu chhu. Aabhar Rameshbhai.
સરસ ઘણી જ સરસ વર્ષો બાદ સાંભળવા મળી,