સાંજ : અશોક ચાવડા ‘બેદિલ’

 

એવા વિચારમાં જ વીતે છે સફરની સાંજ;
કેવી રીતે સદી ગઈ તારા વગરની સાંજ !

દિવસો જતાં ફરી વળી ચોપાસ શૂન્યતા,
પ્હેલાં હતી ભરી ભરી તાજી કબરની સાંજ.

તું આ તરફ શું કામ આવે છે હે જિંદગી,
છે લોહિયાળ કૈંક જખમોથી નગરની સાંજ.

ખારાશ એટલે જ તો હિસ્સો છે આંખનો,
રસ્તામાં ક્યાંક આથમી મારી નજરની સાંજ.

ખોળામાં તારા આખરી શ્વાસો બીજું તો શું ?
તારા જ નામ પર હતી આ ઉમ્રભરની સાંજ.

- અશોક ચાવડા ‘બેદિલ’

 

સાંજ અને યાદ જાણ્યે-અજાણ્યે જ, એકમેકનાં સંગી….  ભગવતીદાદાનો  આ શેર જરુર સાંજ અને યાદનો સંબંધક બની રહે છે.  ” ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે, તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.”   અસ્ત થતો સૂર્ય ધરતીનાં વિરહને કેમ સહી શકે અને તેની આ ઉદાસી જ આપણને પણ ઉદાસ બનાવી પ્રિયજનની યાદ અપાવતી હશે ?!  આવી જ કો’ક સાંજને માણીએ અશોકભાઈની કલમે… !!

 

 

.


8 Comments to “સાંજ : અશોક ચાવડા ‘બેદિલ’”

  1. ખજિત says:

    આભાર પીંકી આટલી સુંદર ગઝલ મૂકવા બદલ. દરેકે દરેક શે’ર આત્મા ને સ્પર્શી જાય એવા છે.

  2. shailesh pandya BHINASH says:

    very …nice……

  3. sudhir patel says:

    સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  4. સુંદર ગઝલ..

    પહેલો શેર તો અદભુત થયો છે.. વાહ, કવિ!

  5. Maheshchandra Naik says:

    સાંજે વિરહી દિલ વધારે કરુણ ભાવમા વહી જાય છે, સરસ રીતે કવિશ્રીએ વ્યક્ત કર્યુ છે, અભિનદન અને આપનો આભાર………

  6. રાજુ says:

    ખૂબ સુંદર ગઝલ. વિરહની સાંજને કવિએ સારી રીતે વર્ણવી છે. દરેક પ્રેમીજનને સ્પર્શી જાય તેવી રચના.

  7. વિરહની સાંજને કવિએ સારી રીતે વર્ણવી છે. દરેક પ્રેમીજનને સ્પર્શી જાય તેવી રચના.

  8. ” ઉદાસી આ સૂરજની આંખે ચઢી છે, તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.” અસ્ત થતો સૂર્ય ધરતીનાં વિરહને કેમ સહી શકે અને તેની આ ઉદાસી જ આપણને પણ ઉદાસ બનાવી પ્રિયજનની યાદ અપાવતી હશે ?! આવી જ કો’ક સાંજને માણીએ અશોકભાઈની કલમે… !!

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME