ન કર : કીર્તિકાન્ત પુરોહિત

 

સંબંધોમાં ભીંત લઇ ગાળો ન કર,
નીરવ જળમાં કાંકરીચાળો ન કર.

સફેદીમાં સાત રંગો ઓગળ્યા,
અધીરાઇમાં અક્ષર કાળો ન કર.

ભજવજે હાલત મુજબના વેષ પણ,
કુશળ નટ થા, ખુદને તરગાળો ન કર.

ભમરડાના ચક્કરો ગણતા રહી,
વછૂટી દોરીનો હોબાળો ન કર.

નિહાળી નભમાં પતાકા ‘કીર્તિ’ની,
ઉછીનો ભાલો અણિયાળો ન કર.

- કીર્તિકાન્ત પુરોહિત

 

માણસ જાત કદાચ  કાંકરીચાળો ના કરે પણ,  હોબાળો કર્યા વિના તો ના જ રહી શકે.  અને માણસની આ જ ફિદરતને રોકવાનો એક પ્રયત્ન.  આખરે તો સૌએ સંસારરૂપી નાટકમાં પાત્ર ભજવવાનું છે.  તરગાળો બનવાને બદલે કુશળ નટ બનવું વધુ યોગ્ય છે ને !!

 

 

.


9 Comments to “ન કર : કીર્તિકાન્ત પુરોહિત”

  1. Maheshchandra Naik says:

    માણસ શુંશું ન કરે તો સખણો રહી શકે એ વિચારતા થઈ જવાય છે, થોડીક વાતો કવિશ્રીએ કરી છે એટલુ ન કરે તો પણ ભયો ભયો….

  2. સુંદર ગઝલ…
    પણ આ ગઝલનું છંદવિધાન સ્પષ્ટ ન થયું…

  3. ઉછીના ભાલાવાળી વાત ગમી ગઈ…

  4. kishoremodi says:

    સરસ ગઝલ કાંકરીચાળૉ ન કરવાળી વાત ગમી અભિનન્દન

  5. sudhir patel says:

    સરસ ગઝલ!
    સુધીર પટેલ.

  6. આ જ જમીન પર લખાયેલી એક બીજી ગઝલનો મત્લા:

    શાંત જળમાં કાંકરીચાળો ન કર
    રૂઝવેલા ઝખ્મને આળો ન કર…

  7. સરસ ગઝલ.
    લગાગાગા ગાલગાગા ગાલગા ?

  8. આભાર પંચમભાઈ…
    આ છંદવિધાન મેં પણ વિચાર્યું હતું, પણ એ અહીં જળવાયું નથી:
    અધીરાઈમાં અક્ષર કાળો ન કર…

  9. Kirtikant Purohit says:

    આભાર મિત્રો. ગયા વર્ષે આ ગઝલ ડો.રશીદભાઇએ ધબકમાં મૂકી હતી.પંચમભાઇએ લખેલ છંદોવિધાન મને અભિપ્રેત હતું.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME