નથી હોતી : બરકત વિરાણી ‘બેફામ’

સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.
સુભાગી છે સિતારા કે ગણતરી થાય છે એની,
પ્રણયમાં નહિ તો કોઈ ચીજ ગણનામાં નથી હોતી.
મને દીવાનગી મંજૂર છે આ એક બાબત પર,
મહોબ્બતની મજા તમને સમજવામાં નથી હોતી.
તમે મારા થયાં નહિ તોય મારા માનવાનો છું,
કમી સચ્ચાઈમાં હોય છે, ભ્રમણામાં નથી હોતી.
વધુ હસવાથી આંસુ આવતાં જોઈને પૂછું છું,
અસર એનાથી ઊલટી કેમ રોવામાં નથી હોતી ?
હવે આથી વધુ શું ખાલી હાથે દિન વિતાવું હું ?
કે મારી જિંદગી પણ મારા કબજામાં નથી હોતી.
ન શંકા રાખ કે મારી ગરીબી બહુ નિખાલસ છે,
છે એ એવી દશા જે કોઈ પરદામાં નથી હોતી.
ધરાવે છે બધા મારા જ પ્રત્યે સંકુચિત માનસ,
જગા મારે જ માટે જાણે દુનિયામાં નથી હોતી.
કોઈ આ વાત ને સંજોગનો સ્વીકાર ના માને,
જગતની સૌ ખુશી મારી તમન્નામાં નથી હોતી.
મને છે આટલો સંતોષ દુનિયાની બુરાઈનો,
વિકસવાની તો શક્તિ કોઈ કાંટામાં નથી હોતી.
બધે મારાં કદમની છાપ ના જોયા કરે લોકો,
કે મંઝિલ મારી મારા સર્વ રસ્તામાં નથી હોતી.
મળ્યો છે સૌને જીવનમાં સમય થોડોક તો સારો,
ફિકર પોતાની કોઈનેય નિદ્રામાં નથી હોતી.
બીજા તો શું મને અંધકારમાં રાખીને છેતરશે ?
કે મારી જાત ખુદ મારીય છાયામાં નથી હોતી.
ગઝલમાં એ જ કારણથી હું મૌલિક હોઉં છું ‘બેફામ’
પીડા મારાં દુ:ખોની કોઈ બીજામાં નથી હોતી.
- બરકત વિરાણી ‘બેફામ’
બરકત વિરાણી ‘બેફામ’ થકી, ગુજરાતી ગઝલ જ નહિં , ગુજરાતી સુગમ સંગીત પણ એક નવી જ ઊંચાઇએ પહોંચ્યું. આજે તેમનાં જન્મદિને મને ગમતી એક ગઝલ. ( ઑડિયો )
.
the attachments to this post:


બેફામસાહેબની મારી માનીતી ગઝલોમાંની એક…
આભાર!
બેફામ સાહેબને લાખ લાખ સલામ અને જન્મદિવસની શુભકામનાઓ, આપનો આભાર,
બેફામસાહેબને જન્મદિવસ ખુબ મુબારક. સુન્દર રચના .
આપનો આભાર પિન્કીબેન .
તમે મારા થયાં નહિ તોય મારા
માનવાનો છું,
કમી સચ્ચાઈમાં હોય છે,
ભ્રમણામાં નથી હોતી.
અતિસુંદર વાત કરી
શિરીષ દવે
તમે મારા થયાં નહિ તોય મારા
માનવાનો છું,
કમી સચ્ચાઈમાં હોય છે,
ભ્રમણામાં નથી હોતી.
મરનાર ની ચિતા ઉપર ચાહનાર કોઈ ચડતું નથી .. કહે છે
મરી જઈશ પણ પાછળ થી કોઈ મારતું નથી .. દેહ ને બળતો
જોઈ આગ માં કોઈ પડતું નથી .. અરે આગ માં તો શું પડે ..
રાખ ને પણ કોઈ અડતું નથી ..