વડલો કહે છે : દુલા ભાયા ‘કાગ’

વડલો કહે છે વનરાયું સળગી ને
મેલી દીયોને જૂના માળા
ઊડી જાઓ પંખી પાંખ્યું વાળા હોજી
આભે ચડીયાં સેન અગનનાં ધસીયા અમ દશઢાળા
આ ઘડીયે ચડી ચોટ અમોને ઝડપી લેશે જ્વાળા
ઊડી જાઓ પંખી પાંખ્યું વાળા હોજી
બોલ તમારા હૈયે બેઠાં, રૂડાં ને રસવાળા
કો’ક દિ’ આવીને ટહૂકી જાજો, મારી રાખ ઉપર રૂપાળાં
ઊડી જાઓ પંખી પાંખ્યું વાળા હો જી
પ્રેમી પંખીડા પાછા નહીં રે મળીએ, વન મારે વિગ્તાળા
પડદા આડા મોતનાં પડીયા, તે પર જડીયા તાળા
ઊડી જાઓ પંખી પાંખ્યું વાળા હો જી
આશરે તમારે ઈંડાં ઉછેર્યાં, ફળ ખાધાં રસવાળા
મરવા વખતે સાથ છોડી દે તો મોઢા થાયે મશવાળા
ઊડી જાઓ પંખી પાંખ્યું વાળા હો જી
ભેળા મરશું, ભેળા જનમશું, માથે કરશું માળા
‘કાગ’ કે આપણે ભેળા બળીશું, ભેળા ભરીશું ઉચાળા
ઊડી જાઓ પંખી પાખ્યું વાળા હો જી
- દુલા ભાયા ‘કાગ’
આજે તેમનાં જન્મદિને, તેમનું એક ખૂબ જાણીતું ગીત. વળી, આજે બરકત વિરાણી ‘બેફામ’નો પણ જન્મદિન તો તેમની પણ એક ગઝલ માણીશું. (ઑડિયો )
.
the attachments to this post:


શાળાકાળનું મારું પ્રિય ગીત… આ ગીત એ વખતે પણ હૈયામાં અકથ્ય વેદના જન્માવતું હતું, અને આજેય !!!
આભાર, પિન્કી!
સરસ ગીત, બહુ વરસો પહેલા કોઈ મેગેઝિનના અંકમાં વાંચેલુ ત્યાર બાદ આજે ફરી માણ્યુ, કવિ દુલાભાયા કાગના ગીતોનુ પ્રકાશન હોય તો જણાવવા વિનતી છે……
Pinki : “kaagvani” in 7 parts & many more.
ભગત બાપુ નિ આ રચના અમને સબન્ધ ભુલવા દેતિ નથિ
સુધિરસિન્હ