શું થયું મુંબઇ ? : કૃષ્ણ દવે

mumbai

શું થયું મુંબઇ ?

બધ્ધું જ શમી ગયું ને !

એ તો સ્મશાન વૈરાગ્ય !

જ્યાં સુધી ચિતા બળતી હોય ને, ત્યાં સુધી સૌ ઊભા હોય.

બાકી એમને પણ એમના કામ હોય કે નહીં ?

રોઇ રોઇને આંખ સૂજી ગઇ ને ?

ચાલ હવે શાંતિથી ઉંઘી જા.

બીજી કોઇ ઘટના ના બને ને ત્યાં સુધી.

- કૃષ્ણ દવે

શું ફેર પડે છે ? મુંબઈને કે સરકારને. સૌ પોતાની પિપૂડી બે દિવસ વગાડીને ચૂ..પ  ( આપણે પણ !! ) જેણે પોતાનાં સ્વજનો ગુમાવ્યાં છે તેઓ તો… એ ક્ષણને હજુ ભૂલી  નહિં શક્યા હોય, આતંકવાદીનાં પણ.    જે કોઇએ જાન ગુમાવ્યા છે તે સૌને આજે વૅબમહેફિલ તરફથી એક શબ્દાંજલિ.

.


4 Comments to “શું થયું મુંબઇ ? : કૃષ્ણ દવે”

  1. neetakotecha says:

    ના મુંબઇ સુઇ નથી ગયું..
    આ ત્રણ દિવસ તો એક એક મુંબઇકર ના હ્રદય શાંત નથી..મને યાદ છે એ ત્રણ દિવસ મારિ નાની દીકરી એક મિનિટ ટીવી પાસેથી હટી નહોતી..અને આજે પણ અમે એ દિવસ યાદ કરીયે છે તો ધ્રુજી જાઈયે છે.
    અને પ્રભુને પ્રાર્થના કે બીજી ઘટના આવી ભારતમાં નહી પણ દુનીયામા પણ ક્યાંય ન બને..

    Pinki : Not only ‘mumbaikars’, we too don’t forget those moments. We were crying here watching all these. My cousin left ‘Taj’ just before (26/11) 2-3 months, and a thought , if she was working, shakes us even today.

  2. મુંબઈ જાગતું હોય એવું પણ નથી લાગતું… ન મુંબઈ કે ન આપણે કોઈ… આપણા સહુની સંવેદના ખરા અર્થમાં મરી પરવારી છે…

    મુંબઈમાં કે અન્યત્ર આવતીકાલે બીજો બૉમ્બ ન જ ફૂતે એ માટે આપણે કે સરકારે સાચા અર્થમાં શું કર્યું છે?

  3. Maheshchandra Naik says:

    શહીદોને સ્મરાણજલી સિવાય….સંવેદનવિહીન થઈ ગયેલા રાજકારણીઓને ઈશ્વર સદબુધ્ધિ આપવા માટેની પણ પ્રાથના કરવી રહી……..શ્રી કૃષ્ણ દવેના શબ્દો ઝંણઝણાવી જાય છે……

  4. shirish dave says:

    આતંકવાદીઓના કરતુતો અને તેમના આતંકોને માટે “રાજકારણીઓ” જવાબદાર છે. પણ આ વાત તો “દોષ”નું “સામાન્યીકરણ” છે. અને તેને માટે સમાચાર માધ્યમો અને જે સંસ્થાઓ મુંબઇ બોમ્બ બ્લાસ્ટ પછી હતપ્રભ જનતાને લઈને પ્રદર્શન માટે રસ્તા ઉપર આવી ગયેલી તે જીમ્મેવાર છે.

    કોઈપણ સમસ્યાના દોષનું સામાન્યીકરણ કરી દેવું તે યોગ્ય પ્રતિભાવ નથી અને યોગ્ય ઉકેલ પણ નથી. કહેવાતા મૂર્ધન્યોની મૂર્ધન્યતાની ચકાસણી આવે વખતે જ થાય છે. અને ભારતીય મૂર્ધન્યો હમેશા વામણા પૂરવાર થયા છે.

    “ગેરવહીવટ”, “કામમાં પોતાપણાનો અભાવ” અને “અનીતિમત્તા” એ સઘળી માનવ અને સ્રોતોના સંચાલનની સમસ્યાઓછે.
    સરકારી કાર્યવાહી ઉપર “ચૂંટાયેલી સરકારે” નજર રાખવાની હોય છે. આ એક તેમની ફરજ છે.પણ જો તે બંનેની મીલીભગત હોય તો દૂષણો ફૂલે ફાલે જ.

    ૫૫ વર્ષના નહેરુવીયન કોંગ્રેસના શાસન પછી પણ સમસ્યાઓ ઘટવાને બદલે વધે તો તેને માટે નેહરુવીયન કોંગ્રેસ સરકાર અને તેના સાથીઓ જ દોષી ગણાય. પણ જો ભણેલાઓ જ તટસ્થતા બતાવવાના ઘમંડમાં “દોષ”ની જડનું સામાન્યીકરણ કરે અને ગંભીર ગેરરીતિઓ આચરનારી નીંભર સરકારને જ સત્તા ઉપર લાવવામાં મદદ કરે તો દેશને કોણ બચાવી શકે?

    પ્રાથમિકતા નક્કી કરવાની બુદ્ધિ, પ્રમાણભાન રાખવાની બુદ્ધિ, અને સંબદ્ધતા સમજવાની બુદ્ધિ (સેન્સ ઑફ પ્રાયોરીટી, સેન્સ ઑફ સીગ્નીફીકન્સ, સેન્સ ઑફ રેલેવન્સ) આ સર્વેનો આપણા મૂર્ધન્યોમાં અને માધ્યમોમાં અભાવ છે.
    પાડાને વાંકે પખાલીને ડામદેવામાં આપણા કહેવાતા મૂર્ધન્યો અને માધ્યમો પાવરધા હોય તો દેશને કોણ બચાવી શકે?

    “આતંકીઓની વાત છે?” શહિદોને ગળગળા થઇ યાદ કરો…
    “અમેરિકાની વિદેશનીતિની વાત છે?” વાહ શું જમણ હતું… કેવું પડે…!!!
    “પકિસ્તાનની વાત છે?” અમે પાકિસ્તાનને આતંકવાદીઓ ઉપર કામ ચલાવવાની ફરજ પાડવાના પ્રયત્નોમાંથી જંપીને બેસીશું નહીં…
    “ચીનની વાત છે?” અમારા પ્રધાનમંત્રી અરુણાચલમાં જશે ને જશે જ. અમે ચીનના વિરોધને ગણકારીશું નહીં…

    પાકિસ્તાન પોતાનો ગુમાવેલો પ્રદેશ ભારત પાસેથી બે વખત પરત મેળવી શક્યું છે. યાદકરો તાસ્કંદ અને સિમલા કરાર. પાકિસ્તાન છાડબેટનો જમીન વાળો હિસ્સો પણ ભારતપાસેથી “લવાદી” થકી મેળવી શક્યું છે.
    બદલામાં પાકિસ્તાને ભારતને શું આપ્યું? ખાલિસ્તાની આતંકવાદ, કાશ્મિરી આતંકવાદ અને સર્વવ્યાપી બોમ્બબ્લાસ્ટ.
    ૨૦ આતંકવાદીઓને ભારત કરવાની વાત તો કોંગ્રેસ ભૂલી જ ગઈ છે. ચીને કબજે કરેલો પ્રદેશ પાછો લેવાની પ્રતિગ્ના પણ ભૂલી ગઇ છે. એ બધો ભૂતકાળ છે. “ભૂતકાળ ભૂલી જાઓ. ભવિષ્યને નજરમાં રાખો ” આ તેમના રાજકુંવરનું સુત્ર છે.
    પાડો તળીઓ…

    વ્યંઢ સરકાર અને વ્યંઢ મૂર્ધન્યો કોઇ પણ ગૌરવવંતા પ્રાચીન દેશને વ્યંઢ બનાવી પાયમાલ કરી શકે છે.

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME