કામણગઢનાં દરિયાકાંઠે : રમેશ પારેખ

કામણગઢનાં દરિયાકાંઠે સાંજ રમે રઢિયાળી,
સખી, આપણી આંખો દેતી સામસામે તાળી.
તારા ચહેરા પર આવી છે સાત રંગની ભરતી,
સખી, માછલી થૈ તેમાં મારી લાગણીઓ તરતી.
તારા સ્પર્શે મારામાં ફૂંકાતા ઝંઝાવાતો,
સખી, હું મારી ભીતર ભીતર ચડઉતર પછડાતો.
પડતર છીપમાં રહી રહીને મોતી પાકે જેમ,
સખી, આપણાં સપનાં સાચાં અહીં પડ્યાં છે એમ.
વ્હાલપનો દરિયો ઊછળે છે થઈ રગોમાં લોહી,
સખી, તને હું એવો મોહયો, કહે- એમ તું મોહી ?
તને મળીને ખરી પડ્યા હોવાના સર્વ અભાવ,
સખી, બધી મરજાદા છાંડી હજુય પાસે આવ !
- રમેશ પારેખ
ર.પા.નાં જન્મદિને, તેમની એક રચના તેમનાં જ હસ્તાક્ષરમાં. કામણગઢથી શરુ થતી રચના પ્રારંભથી જ આપણને તેની-ગઢની ભવ્યતાનો અણસારો આપી દે છે.
.

કવિ શ્રી રમેશ પારેખને જન્મ-દિવસ પર હાર્દિક અંજલી!
ખૂબ જ સુંદર કાવ્ય!
સુધીર પટેલ.
અદભુત ગીત…
છેલ્લા બે અંતરા પર હૈયું ઓવારી જાય છે… વાહ, કવિ ! વાહ… કોણ લઈ શક્શે તમારી જગ્યા? છે કોઈ?
ર.પા.ના જન્મદિને હાર્દિક અંજલી
કામણગઢ-નીખરે છે જેમ જેમ બીખરે છે
કામણગારા કવિશ્રીને સ્મરાંણજલી અને આપનો આભાર…..
સરસ બહુજ સરસ.
દ્વૈત થી અદ્વૈત તરફ લઈ જતું ગીત.
પ્રેમનું ઉર્ધ્વગમન કરાવ્તું ગીત.
જો આ ગીત સ્વર બદ્ધ થયું હોય તો કેવું સરસ ?
ધન્યવાદ.
વિનોદ પ્રજાપતિ.
સેલવાસ.
પડતર છીપમાં રહી રહીને મોતી પાકે જેમ
સખિ,આપણાં સપનાં સાચાં અહીં પડ્યાં છે એમ
કવિને નમન…ધન્યવાદ..
Pinki : Dear Vihangbhai, warm welcome to WebMehfiL .
કવિ શ્રી રમેશ પારેખને જન્મ-દિવસ પર હાર્દિક અંજલી!
ખૂબ જ સુંદર કાવ્ય!
સુધીર પટેલ.