થાતાં જાય છે : દિનેશ કાનાણી
ધીર ને ગંભીર થાતાં જાય છે,
એ નદીના નીર થાતાં જાય છે.
જિંદગીને જીવવાની હોંશમાં,
દ્રૌપદીના ચીર થાતાં જાય છે.
સંગ જેનો ખૂબ ગમતો હોય છે,
એ બધાં તસવીર થાતાં જાય છે.
લાગણી ને પ્રેમના સંબંધ પણ,
સાંકડી જંજીર થાતાં જાય છે.
શબ્દને હું ચાહતો રહું તે છતાં,
શબ્દ પોતે તીર થાતાં જાય છે.
- દિનેશ કાનાણી
બંધન કોને ગમે ? પ્રેમનું પણ ! નદીની જેમ બસ વહેતા રહેવાનું જ ગમે ! પણ જ્યારે તે જ પ્રેમ તસ્વીર બની લટકે ત્યારે ? ત્યારે જ પ્રેમ બંધન નહિં પણ તે પ્રેમની, હૂંફની ખોટ સાલે છે. શબ્દ પોતે તીર ન થાય તો ચાહત પણ મળે જ.
.

પિંકી બહેન , આપ ઉત્તમ કાવ્યો તો લાવો જ છો અને સાથે રસાસ્વાદ કરાવવાની શૈલી પણ સુઁદર …!! અભિનન્દન ..!
ગઝલમા સરસ જીવનનો સાર આપી દીધો, શ્રી દિનેશભાઈને અભિનદન, આપનો આભાર….
સુંદર ગઝલ… માણવી ગમી…
સુંદર ગઝલ!
સુધીર પટેલ.
વાહ કવિશ્રી દિનેશજી,
મસ્ત રચના…. અભિનન્દન.
- પન્કજ ત્રિવેદી
સરસ ગઝલ