કચ્છડો તો બારેમાસ : વિવેક ટેલર

 

kutch

( કચ્છી મરજાદ )

રણના નામે ફેલાયો ખારપાટ, બપ્પોરના નામે છે આગ,
જિંદગીના નામે બાજરીના રોટલામાં ટૂંટિયું વાળીને સૂએ થાક,
કચ્છ ! તારી માંડીને કરવી શી વાત ?

જોજનના જોજનનો ખાલીપો ભરવાને ગ્હેકે છે પેણ અને કુંજ;
હૂપ્પુ ને હોલાં ને તેતરનાં ટોળાની બાવળિયે ઝૂલે છે ગુંજ
ગુલાબી શમણાંઓ તરતાં મેલ્યાં હો એમ પાણીમાં વિચરે સુરખાબ.
કચ્છ ! તારી માંડીને કરવી શી વાત ?

માટીને લાત દઈ બોલતી કરી દે એવા ચાકડાની અહીં છે વસંત,
કાપડના ટેભામાં આરસી કે તારલા ? આખ્ખુંય આભલું હસંત
રોગાન, ધાતુ ને કાષ્ઠ ને વણાટમાં જીવે છે કચ્છી મરજાદ.
કચ્છ ! તારી માંડીને કરવી શી વાત ?

પથ્થરિયાળ જિંદગીની આંખો સિવાય અહીં પાણીની સઘળે કમી,
રોમ-રોમ ડંખે છે થોર તોય ઊંટની ખૂંધ સમ ભર્યા ભર્યા આદમી
ધોળાં ભાસે છે એ રણ નથી, દોસ્ત ! એ તો પરસેવે પાડી છે ભાત
કચ્છ ! તારી માંડીને કરવી શી વાત ?

આભેથી જળ નહીં, આફત વરસે કાયમ ધરતીની ધ્રુજાવે છાતી,
અશ્મિ ને અવશેષના પડળોની વચ્ચે જ જીવે છે સાચો ગુજરાતી;
મોસમ તો આવે ને જાય મારા વહાલીડા, કચ્છડો તો બારેમાસ.
કચ્છ ! તારી માંડીને કરવી શી વાત ?

-  વિવેક ટેલર
(૨૧/૩૦-૧૦-૨૦૦૯)

 

આજથી કચ્છના ધોળા રણમાં રણોત્સવ ઉજવાશે અને ત્યારે કચ્છની કલા-કારીગરી વિવેકભાઈની કલમે.  ભર્યા ભર્યા આદમીને મળવું હોય તો, ચોક્કસ પૂગી જાજો આ રણોત્સવમાં.

 

.


the attachments to this post:

kutch
kutch

surat 014
surat 014


13 Comments to “કચ્છડો તો બારેમાસ : વિવેક ટેલર”

  1. મને બહુ ગમતું ગીત. કચ્છની લક્ષણિકતાઓ આબાદ પકડાઈ છે.

  2. Girish Parikh says:

    વિવેક! તારી માંડીને કરવી શી વાત?

  3. Maheshchandra Naik says:

    કચ્છ સમાજને ડો. વિવેક્ભાઈ આપણા સુધી લઈ આવ્યા, એમનો આભાર, સાથે કલર ફોટોગ્રાફ સોનામા સુગંધ સમાન બની રહે છે…..

  4. vijay purohit says:

    આભાર વિવેકભાઈ. સરસ રચના.

  5. vihang vyas says:

    સરસ ગીત રચના…
    મોસમ તો આવે ને જાય મારા વ્હાલીડા,કચ્છડો તો બારેમાસ..

  6. preetam lakhlani says:

    સરસ !

  7. સહુ મિત્રોનો આભાર…

    મહેશભાઈને ખાસ કહેવાનું કે આ ફોટોગ્રાફ મેં પાડેલો નથી…

  8. sudhir Patel says:

    કચ્છને સુપેરે અભિવ્યક્ત કરતું સુંદર ગીત!
    સુધીર પટેલ.

  9. Vishvesh says:

    અહા!હું ક્યારેય કચ્છ ગયો નથી પણ આ ગીત પછી કચ્છ આંખ સામે તરવરે છે..’mountain comes to mohammad’ એવું થયું!

    How wonderful to be able to visualize through poetry, a place you’ve never been to!

    -Vishvesh
    http://vishvesh77.wordpress.com/

  10. pankaj trivedi says:

    ડૉ. વિવેક ટેલર,
    મજાની રચના…
    - પન્કજ ત્રિવેદી

  11. Lata Hirani says:

    વિવેકભાઇની સોંસરવી ઉતરી જતી રચના અહીં ફરી વાર વાંચી..

  12. Jay Bhatia says:

    Khoob saras rachna Vivekbhai… Kutchh ma phakta ek varas rahyo chhu naanpanma.. pan bhuli shakyo nathi.. Tamari kavita thi aakhe aakhu Kutchh mari aankho saame tarvari rahyu chhe.. Khoob Khoob Abhaar..

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME