રણોત્સવ : પંકજ ત્રિવેદી

આજે
જયાં
શાંત, સફેદ રણ છે,
રણોત્સવ છે,
ત્યાં ગઇકાલે હતો તોફાની,
ઊછળકૂદ કરતાં ફીણ-મોજાંનો દરિયો.
ઉત્સવમાં નિર્જન… !
નિર્જનમાં ઉત્સવ….!!
યાદ આવે છે
રા’નવઘણના ઘોડાના ડાબલાનો
ઘૂઘવતો અવાજ…
સાંભળો ! કશું સંભળાય છે તમને ?
મને સંભળાય છે -
ઘોડાના ડાબલાના લયબદ્ધ અવાજો
‘ને એમાં
કચડાયેલી માછલીઓની મૂંગી ચી..સ !!!
- પંકજ ત્રિવેદી
કચ્છમાં ઉજવાતો રણોત્સવનો … આજે છેલ્લો દિવસ ! હવે કાલે શું ? બસ, નરી ઉજ્જડતા જ ?!! પંકજભાઈની કલમે, તેનો અદકેરો ઈતિહાસ ! સ્થળ ત્યાં જળ અને જળ ત્યાં સ્થળ મુજબ, સફેદ રણનાં પડમાં હજુયે મોજાં ઊછળતાં જ હશે અને કદાચ એટલે જ તેની ધરા હજુયે ધ્રુજે છે !!
શબ્દ-સંદર્ભ : રા’નવઘણ – નવ+ઘણ = નવ+ઘન ( વાદળ – ચોમાસું) નવ ચોમાસા (નવ વર્ષ) માતાના ઉદરમાં રહેલો તેથી નવઘણ ( જૂનાગઢનો રાજા, રા’ખેંગારનાં પિતા ) કહેવત : અડી કડી વાવ ને નવઘણ કૂવો, જેણે ન જોયા તે જીવતો મૂઓ. પુરાતત્ત્વ વિદ્ધાનો તેને સૌથી પ્રાચીન કૂવો ગણે છે.
.
the attachments to this post:


સુંદર કવિતા… ટૂંકી પણ મર્મવેધી !
પંકજભાઈની વાત સાચી છે… ઘુઘવાટા મારતા દરિયાના સ્થાને આજે ખારપાટવાળું ધોળું રણ છે. કચ્છના પ્રવાસ દરમ્યાન મેદાનમાંથી મળેલા આશરે વીસ કરોડ વર્ષ જૂના અશ્મિ અમે ઘરે લઈને આવ્યા છીએ, જેના પર શંખ-છીપલાંઓ હજી પણ યથાવત્ જળવાયેલા છે. નખત્રાણા જિલ્લામાં ‘ફૉસિલ પાર્ક’ પણ છે…
રા’ નવઘણની વાત જાણવી ગમી… આભાર.
nice poem with nice picture..saw ranotsva on tv.
congrats to pankajbhai
and pinki u too..
કચ્છના ઈતિહાસને ઉજાગર કરતું સુંદર અચ્છાંદસ!
સુધીર પટેલ.