નયનનું નીર છું : શેખાદમ આબુવાલા

 

હું નયનનું નીર છું,
પ્રેમનું તકદીર છું.

ખેંચશો – હારી જશો,
દ્રૌપદીનું ચીર છું.

અર્જુને પૂછ્યું મને,
રે તું કોનું તીર છું.

જે નજર આવે નહીં,
તેની હું તસ્વીર છું.

પાત્ર લાવો હેમનું,
હું સિંહણનું ક્ષીર છું.

જન્મના ફેરાની હું,
તૂટતી જંજીર છું.

જાય છે ‘આદમ’ ? ભલે !
દુ:ખ નથી, દિલગીર છું.

- શેખાદમ આબુવાલા

 

શેખાદમ આબુવાલાએ ટૂંકી બહરની ઉત્તમોત્તમ ગઝલ આપી છે. તેમની કલમ, થોડામાં ઘણું કહી, ધારી ચોટ ઉપજાવવામાં સફળ રહી છે. તો ‘આદમ’ તખલ્લુસનો ઉપયોગ અસરકારક  રીતે તેમની ગઝલોમાં જોવા મળે છે.

 

 

.


5 Comments to “નયનનું નીર છું : શેખાદમ આબુવાલા”

  1. sudhir Patel says:

    ખૂબ જ સુંદર ટૂંકી બહરની ગઝલ!
    સુધીર પટેલ.

  2. Maheshchandra Naik says:

    સરસ ગઝલ, ટુકી બહેરની ગઝલમા કવિશ્રીએ ઘણુ કહી દીધુ છે….આભાર

  3. ખેંચશો – હારી જશો… બેનમુન અભિવ્યક્તિ!… અહીં પ્રસ્તુત કરવા બદલ આભાર!

  4. shirish dave says:

    કહેવું પડે…
    માર્મિક ગઝલ હોય છે “આદમ”ની.
    ધન્યવાદ..

  5. વાહ.. મજાની ગઝલ… નાની બહેર અને મોટું કામ !

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME