આતમના મેળામાં ખોવાયા ભૈ : જયંત દેસાઇ
આમ જોવા જૈ, તો હતું કંઇ નૈ !
ને ભવાઇ જો આખા ભવની થૈ !
એક દિ’ સૂતાં તે એવું રે સૂતાં,
રાત કાપીએ બધી જાગતાં રૈ !
થોડું ભણ્યાં ને થોડું’ક ગણ્યાં,
ને ઝાઝું વિચારતા હમજણ ગૈ !
ઉપરવાળાએ ભૂલમાં દીધેલા
જનમની આ, પથારી ફરી જૈ !
ગાંઠ વાળી મું એ મનમાં કંઇ,
પરભુ ધામેથી હવે આવજા નૈ !
પણ જનમ જનમના ખત્તાં ખૈ,
આતમના મેળામાં ખોવાયા ભૈ !
- જયંત દેસાઇ
સદીઓથી, યુગોથી આત્મજાગૃતિની વાતો સૌ કરતાં આવ્યાં છે. પણ આપણે તો બસ સૂતાં ને સૂતાં…આતમજ્ઞાનની આ વાતો તળપદી બોલીમાં કેટલી પોતીકી લાગે છે ! પંદરેક વર્ષથી અમેરિકામાં વસવાટ કરતા, કવિની કલમે જરા વધુ જ પોતીકું લાગે ! અમુક લોકો તો ત્યાં વસી, ત્યાંની હવા શ્વસી, ગુજરાત કે ભારતને હસી, પોતાનો મોભો વધારવાનું પસંદ કરતાં હોય છે. પણ આ કવિ પોતાનાં મૂળ ફેલાવી, શાખાને વિકસાવી રહ્યાં છે.
.

સુંદર ગઝલ! મત્લા અને છેલ્લો શે’ર વિશેષ ગમ્યાં.
અઘરા કાફિયાને ગઝલ દરમ્યાન બખૂબી નિભાવી જાણ્યાં છે, એ બદલ જયંતભાઈને હાર્દિક અભિનંદન!
સુધીર પટેલ.
ગામઠી લહેકામાં સ્પર્શી જતું ચિંતન..
આભાર સુધીરભાઈ,
ઘણા વખતે મલ્યા.તમારી કોમેન્ટ્સ જોતો રહુ ચ્હુ.
કુશલતાની કામનાઓ અને શુભેચ્ચઅઓ.
સરસ ગઝલ… પણ છંદ બરાબર પકડાયો નહીં…
કોઈ પ્રકાશ પાડી શક્શે?
ભાઈ વિવેકની વાત સાચી છે,છ્દ ખરેખર જ્યતની ગઝલ મા પકડાયો નથી, અને હુ આટલુ સાચુ કહીશ કે આ રચનાને ગઝલ કહેવી કેમ એ પણ એક સવાલ છે….અને છતા સુધીર જેવો ગઝલકાર્(મિત્ર્) ગઝલના ચીર ખેચાતા હોય ત્યારે વાહ વાહ કરે એ દ્;ખની વાત છે.જો કે જયન્ત પણ એક મિત્ર છે, જો મારે પણ વાહ વાહ કરવી હોત તો લખી નાખત કે આ ગઝ્લ્ લાજવાબ છે..
છંદમાં કચાશ જણાય છે, પરંતુ કાવ્યનો ભાવ સુપેરે પમાય છે.
પ્રીતમભાઈને માલુમ થાય કે મારી સિવાય અન્ય મિત્રો/ભાવકોને પણ આ ગઝલ ગમી છે, જે ઉપરના પ્રતિભાવથી તમે પામી શકશો.
ઘણીવાર છંદ જ મજબૂત હોય અને એ શરીરમાં આત્મા (ગઝલિયત/કવિતા)પોતે ગુમ હોય તો એ મજબૂત છંદ નો ખાલી ખોખા કરતા કોઈ વધુ અર્થ રહેતો નથી.આમ કહીને હું છંદનું મૂલ્ય ઓછું આંકવા માંગતો નથી એ સૌ સમજી શકશો. જો આ ગઝલ છંદમાં ન હોય તો એને ગઝલ ન કહીએ, પરંતુ એક કાવ્ય તરીકે એને જરૂર ઓળખી શકાય.
છંદ વિષે વધુ સ્પષ્ટતા કવિ શ્રી જયંતભાઈ સ્વયં કરે તો ગમશે.
સુધીર પટેલ.
ગઝલના મીટર વિશેનો મારો અભ્યાસ,તૈયારી અને મહાવરો પ્રારમ્ભિક હોવાના સ્વિકાર સાથે…….સૌનો આભાર.
ડો. વિવેકે એક સજ્જ્ન કવિને છાજે એવી ભાષામાં ગઝલના છંદની ચુસ્તી વિશે ધ્યાન ખેંચ્યું. પ્રીતમભાઈ, સુધીર પટેલની લોકપ્રિયતાથી ઈર્ષા પામ્યા વગર માત્ર કવિતા વિશે વાત કરે તો વધુ મુનાસિબ રહેશે.
કવિતા સુંદર હોય તો છંદ તૂટવાનું સ્વીકાર્ય છે કહીને માંધાતા ગઝલકારોએ ગઝલની જે કુસેવા કરી છે એની સાથે હું સહમત થઈ શક્તો નથી…