દિલ હું દઇ બેઠો : એસ.એસ.રાહી

 

એક એવી હું જીદ લઇ બેઠો,
દિલ વગરનાને દિલ હું દઇ બેઠો.
 
પેલા ઇશ્વરનું ક્યાં કશું નક્કી ?
એટલે હું બધાંનો થઇ બેઠો.
 
સ્હેજ ગભરાયું જ્યાં હ્રદય તે ક્ષણે-
ગામચોરા નજીક જઇ બેઠો.
 
ત્યાંથી મારો પ્રવાસ ટૂંકાયો,
હું નદીના ચરણમાં જઇ બેઠો.
 
છીનવી લે ચરણ એ તે પહેલાં,
આખો રસ્તો જ તેને દઇ  બેઠો.
 
‘રાહી’ સચ્ચાઇ થઇ જશે સાબિત,
લો ગઝલની ચિતામાં જઇ બેઠો.

- એસ.એસ.રાહી

 

ઇશ્વરનું  કશું નક્કી નહિં એટલે ‘ઇન્સાન’ બધાંનો થઇ બેઠો પણ…તે ઇન્સાનનું કોણ ?  દુનિયાનું ગણિત એટલું અટપટું હોય છે કે કોઇ પણ ‘ઇન્સાન’ જો દાખલો માંડે તો ખોટો જ પડે.  મંઝિલ દેખાડ્યા પછી પણ પગ ખેંચનારાની ખોટ છે ?!

 

 

.


6 Comments to “દિલ હું દઇ બેઠો : એસ.એસ.રાહી”

  1. સુંદર ગઝલ… બધા શેર સરસ થયા છે…

  2. શીરા જેવી સીધી સરળ, ઝટ ગળે ઉતરી જાય તેવી મઝાની ગઝલ.

  3. preetam lakhlani says:

    રાહી સાહેબની ગઝલ ગજબ કરી ગઈ……..બહુ જ મજા આવી ગઈ..

  4. sudhir Patel says:

    સુંદર ગઝલ!
    સુધીર પટેલ.

  5. Maheshchandra Naik says:

    સરસ ગઝલ

  6. vijay purohit says:

    સુન્દર ગઝલ
    વિજય પુરોહિત

Leave a Reply

 

This text will be replaced by the flash music player.
Powered By Indic IME