લીલ્લીછમ લાગણી : નીતિન વડગામા

લીલ્લીછમ લાગણીને આપજો ન કોઇ હવે સુક્કા સંબંધ કેરું નામ.
મ્હોરતાં, ફોરતાં ને પળમાં ઓસરતાં આ શબનમ જેવો છે સંબંધ,
શમણું બનીને ચાલ્યા જાવ તોય યાદનાં આંસુ તો રહેશે અકબંધ;
પ્રીત્યું તો હોય સખી એવી અણમૂલ એનાં કેમ કરી ચૂકવવા દામ ?
સગપણના મારગમાં ઊગ્યા તે હોય ભલે આજકલ હાથલિયા થોર,
આંખોના કાજળને દૂર કરી દેખીએ તો અમને એ લાગે ગુલમ્હોર;
અચરજ એવું કે સખી ભૂલી બેઠી હું પછી મારું યે સાવ નામ ઠામ.
- નીતિન વડગામા
અનુબંધ, સંબંધ…. તૂટી શકે કારણ આખરે તો ‘બંધ’ન, પણ લીલીછમ્મ લાગણીઓનાં પૂરને અટકાવી શકાય ? નીતિનભાઈનાં જન્મદિને લીલીછમ્મ લાગણીઓ સહ મબલખ શુભેચ્છાઓ.
.
the attachments to this post:


ખુબ જ સુંદર
અનોખુબન્ધન …!! જે કદિય ન છુટે
વાહ! નેીતિન વડગામા..ક્યાં બાતા લીખી!!
વાહ… માણવાલાયક રચના…
નીતિનભાઈને જન્મ-દિવસ પર હાર્દિક વધાઈ અને લીલ્લીછમ લાગણીના પૂરમાં વહેતા રહેવા શુભેચ્છાઓ!
સુધીર પટેલ.
સરસ રચના
કવિશ્રીને જન્મદિનની વધાઈ. સરસ ગીત.
લાગણી અને સંબંધનો તફાવત કવિશ્રી જ વ્યકત કરી શકે, શ્રી નિતીન વડગામાને અભિનદન અને આપનો આભાર……………..