લૂંટ્યો છે : જિગર જોષી ‘પ્રેમ’
પહાડોએ કદી લૂંટ્યો, કદી પડ્ઘાએ લૂંટ્યો છે,
કદી ઈચ્છા ગઈ લૂંટી, કદી શમણાંએ લૂંટ્યો છે.
અનોખી ભેટ આપી છે તમે આ રાહ ચીંધીને,
દિશાઓએ કદી લૂંટ્યો, કદી નકશાએ લૂંટ્યો છે.
નથી અકબંધ હું જીવ્યો, સલામત હોઉં હું ક્યાંથી ?
કદી તૃષા ગઈ લૂંટી, કદી ઝરણાએ લૂંટ્યો છે.
કરમ છે બેઉના સરખા, દુઆ બન્નેની સરખી છે,
કદી પાયલ ગઈ લૂંટી, કદી પગલાંએ લૂંટ્યો છે.
ફકીરી હાલ આ કંઈ ‘પ્રેમ’ના અમથા નથી યારો,
કદી મંઝિલ ગઈ લૂંટી, કદી રસ્તાએ લૂંટ્યો છે.
- જિગર જોષી ‘પ્રેમ’
શમણાં, ઝરણાં,નકશા, દિશા,પગલાં,પાયલ એટલે કે, …. મંઝિલ જ લૂંટે તો ‘પ્રેમ’માં અકબંધ જીવવું કેમ ?
.

નથી આ સહુ લૂંટારાઓ કે મને લૂંટી લીધો.
અસલમાં હું લૂંટારો છું,એ બધાં લૂંટાયા છે.
કેમ ખરુંને,દોસ્તો!
ફકીરી હાલ આ પ્રેમના અમથા નથી યારો…
Very good.
લુંટાનારની વ્યથા કોણ સમજે??????
ખૂબ જ સુંદર લયાત્મક ગઝલ!
જિગર જોષી ‘પ્રેમ’ને ખૂબસૂરત ગઝલ માટે અભિનંદન!
સુધીર પટેલ.
આખી ગઝલ સરસ થઈ છે…
ગઝલની વ્યાખ્યા અને ફોર્મેટને અનુરૂપ લાગણીઓની ગુંથણી. ટેકનીકલી પરફેક્ટ ગઝલ.