ગીત ગગનનાં ગાશું : ઉમાશંકર જોશી
અમે ગીત ગગનનાં ગાશું રે, અમે ગીત મગનમાં ગાશું,
કલ-કલ કૂજન સુણી, પૂછશો તમે, અરે છે આ શું?
અમે ગીત ગગનનાં ગાશું રે.
સૂર્ય-ચંદ્ર ને દ્યો ઓલવી, ઠારો નવલખ તારા,
હથેળી આડી રાખી રોકો, વરસંતી જલધારા,
અમે સૂર સરિતમાં ન્હાશું રે, અમે ગીત ગગનનાં ગાશું રે.
પંખી માત્રને મુનિવ્રત આપો,ચૂપ કરી દો ઝરણા,
પૂરો બેડીમાં હૃદય હૃદય પર, નર્તનતા પ્રભુ ચરણા,
પૂર મૂકી મોકળાં ગાશું રે, અમે ગીત ગગનનાં ગાશું રે.
બાળક હાલરડા માંગે ને, યૌવન રસભર પ્યાલા,
પ્રૌઢ ભજન ભણકાર ચહે, આપે કોઈ મતવાલા,
અમે દિલ દિલ ને કંઈ પાશું રે, અમે ગીત ગગનનાં ગાશું રે.
- ઉમાશંકર જોશી
આજે ઉમાશંકર જોશીની પુણ્યતિથિ નિમિત્તે ગુજનેટવર્ક દ્વારા મુંબઈમાં તેમને શબ્દાંજલિ આપતા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેની માહિતી આમંત્રણપત્રિકામાં મળી શકશે. ( ઑડિયો )
.
the attachments to this post:
Gujnet invitation copy
Gujnet invitation copy

કવિ શ્રી ઉમાશંકર જોશીને પુણ્યતિથિ નિમિત્તે ભાવપૂર્વક શ્રધ્ધાંજલી!
સુંદર ગીત.
સુધીર પટેલ.
આભાર
ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર ઉમાશંકર જોષીને નમ્ર વંદન!
ઉર્મિ ગીતોના રચનાકાર સ્વ.કવિને આદર પુર્વક શ્રધ્ધાંજલી